Home »Saurashtra »Latest News »Rajkot City» Rajkot Congress MLA Indranil Rajyaguru Son Buy Lamborghini Car

રાજકોટ MLAના પુત્રએ લીધી 4.5 કરોડની લેમ્બોર્ગીની, છે 1.18 કરોડના વાહનો

divyabhaskar.com | May 08, 2017, 08:43 AM IST

  • રાજકોટ કોંગ્રેસના એમએલએ ઇન્દ્રનીલ રાજ્યગુરૂના પુત્ર સ્વરાજે લીધી 4.5 કરોડની લેમ્બોર્ગીની કાર
રાજકોટ:સીએમ સામે ચૂંટણી લડનાર રાજકોટના કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂના પુત્ર સ્વરાજે મોંઘીદાટ 4.5 કરોડની લેમ્બોર્ગીની કાર લીધી છે. ઇન્દ્રનીલ રાજ્યગુરૂ વાહનોના ભારે શોખીન છે. તેમની પાસે 1.18 કરોડના જુદા જુદા વાહનો છે. તેના 28 વર્ષીય પુત્ર સ્વરાજે લેમ્બોર્ગીની હરિકેન ઇટાલીયન કાર લીધી છે.  હા આ લેમ્બોર્ગીની કાર દીકરા માટે લીધી છે અને તે પણ કારનો શોખીન છે તેમ ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવ્યું હતું. 
 
ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ 122 કરોડની સંપતિ કરી હતી જાહેર 
 
પશ્ચિમ સીટ પરથી વિજય રૂપાણી ચૂંટણી જીત્યા હતા. આગામી વિધાનસભામાં આ જ સીટ પર સીએમ સામે કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. હાલ તેઓ અનેક નિવેદનોને લઇ ચર્ચામાં છે. રાજ્યગુરુ રાજ્યના અમીર ધારાસભ્યોમાં આગળના ક્રમે આવે છે.  2012ની વિધાનસભા ચૂંટણી વખતે તેમણે કરેલી એફિડેવિટમાં રૂપિયા 122 કરોડની સંપત્તિ જાહેર કરી હતી. તેમણે પોતાની એફિડેવિટમાં આપેલી માહિતી મુજબ તેમની પાસે કુલ 13 વાહનો છે. જેમાં લક્ઝરી કાર્સ, જીપ, ટ્રેક્ટર અને સ્કૂટર પણ છે. રૂપિયા 1.18 કરોડની કિંમતના તો તેમની પાસે વાહનો જ છે. તેમના વાહનોની એક ખાસિયત એ છે કે દરેકના રજિસ્ટ્રેશન નંબરમાં પાછળ 99 હોય જ છે.
 
ADRના રિપોર્ટમાં ગુજરાત વિધાનસભામાં 74 ટકા MLA કરોડપતિ
 
2012ની ચૂંટણી બાદ રચાયેલી ગુજરાત વિધાનસભામાં 182 ધારાસભ્યોમાંથી 134 એટલે કે 74 ટકા કરોડપતિ હોવાનું એડીઆરના રિપોર્ટમાં બહાર આવ્યું હતું. 2007માં કરોડપતિ ધારાસભ્યોની સંખ્યા 31 ટકા જ હતી. ભાજપના 115 ધારાસભ્યોમાંથી 86 કરોડપતિ છે જ્યારે કોંગ્રેસના 61માંથી 43 કરોડપતિ છે.  સૌથી વધુ સંપત્તિ સિધ્ધપુરના કોંગ્રેસના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે રૂપિયા 268 કરોડ જાહેર કરી હતી. બીજા નંબરે ઇન્દ્રનીલ રાજ્યગુરુ. જ્યારે ત્રીજા નંબરે માણાવદરના જવાહર ચાવડાએ રૂપિયા 89 કરોડ જાહેર કરી હતી.
 
વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.... 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: rajkot congress MLA indranil rajyaguru son buy Lamborghini car
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended