Home »Saurashtra »Latest News »Rajkot City» Rajkot Congress MLA Indranil Rajyaguru Interview

નબળો માણસ ઊંચી ખુરશી પર ન બેસે એટલે CM સામે ચૂંટણી લડીશ: રાજ્યગુરૂ

divyabhaskar.com | Mar 17, 2017, 12:07 PM IST

  • રાજકોટમાં સીએમ સામે ચૂંટણી લડશે કોંગી ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ
રાજકોટ:વેસ્ટ સીટ પરથી ગુજરાતને બે મુખ્યમંત્રી મળ્યા છે. હાલ આ સીટ પરથી વિજયભાઈ રૂપાણી ગુજરાતની ધૂરા સંભાળી રહ્યા છે. ત્યારે તેમના સીએમ બન્યાના એક જ અઠવાડીયામાં તેમની સામે રાજકોટ પૂર્વના વર્તમાન ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ જાહેર કરી દીધું હતું કે તેઓ તેમની સામે ચૂંટણી લડશે. તેઓ જણાવે છે કે, નબળો માણસ ઊંચી ખુરશી પર ન બેસે એટલે સીએમ સામે રાજકોટ વેસ્ટમાંથી ચૂંટણી લડીશ.  કોગ્રેસના ધારાસભ્ય રાજ્યગુરૂએ ગુજરાતના નવા મુખ્યમંત્રી બદલાતાની સાથે જ ચૂંટણી પહેલા ઓફિસ ખોલીને પ્રચાર કાર્ય શરૂ કરી દીધું હતું. દિવાળી અને બેસતાં વર્ષને લઈને ઠેરઠેર બંનેના શુભેચ્છાનું હોર્ડિંગનું યુદ્ધ ખેલાયું હતું.  

રાજ્યગુરૂ વિજય રૂપાણીને નબળા માને છે
 
રાજ્યગુરૂ રૂપાણી પર આક્ષેપો કરતાં જણાવે છે કે, રાજકોટ વેસ્ટમાંથી ચૂંટણીમાં ઝંપલાવવા પાછળનો હેતુ નબળો માણસ ગુજરાત વિધાન સભાની એક પણ ખુરશી પર જઈને બેસે નહીં એટલે રાજકારણમાં આવ્યો હતો. આવો માણસ સૌથી ઊંચી ખુરશી પર બેઠો હોય ત્યારે મારું ધારાસભ્ય થવું જરૂરી નથી. પરંતુ એ ત્યાં પહોંચે નહીં તેમ પ્રયાસ કરવાનું છે અને એટલે વેસ્ટમાંથી ચૂંટણી માટે ઝંપલાવ્યું છે. તેમને રાજકોટના લોકો વિજયભાઈ તરીકે જ જુએ છે સીએમ તરીકે નહીં. લોકોને સારો વિકલ્પ જોઈતો હોય તો વિપક્ષ તરીકે મારે પૂરો પાડવો જોઈએ એટલે મને લાગ્યું મારાથી શ્રેષ્ઠ કોણ હોય શકે.
 
મેં ચૂંટણી લડવાનું કહ્યું અને રાજકોટના કામ થવા લાગ્યા
 
રાજકોટ વેસ્ટ સીટ પરથી કેમ ઝંપલાવવા માંગે એ જણાવતાં ઈસ્ટના ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે, 18 વર્ષથી વજુભાઈ નાણામંત્રી રહ્યા, નરેન્દ્ર મોદી પહેલીવાર અહીંથી ચૂંટણી લડ્યા હતા. 20 વર્ષથી રાજકોટની વેસ્ટ સીટ પરથી બધા રહ્યા હોવા છતાં કંઈ કામ નહોતું થયું અને રાજકોટને વિશેષ લાભ નહોતો મળ્યો એટલે વેસ્ટથી લડવાનું નક્કી કર્યું હતું. હું ઈસ્ટમાંથી લડ્યો હોત તો વિજયભાઈને થાત કે ભલે ધારાસભ્ય બની જાય અને  ટાઈમ નથી લપમાં નથી પડવું. પરંતુ મેં વેસ્ટમાંથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું એટલે તેમણે કામ ચાલુ કરી દીધા છે. 
 
આગળની સ્લાઇડ્સ રૂપાણીના કાર્યાલયમાંથી ગુંડાઓ પકડાયા હતા અને તેને રોડ પર મારવાની ફરજ પડી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: rajkot congress MLA indranil rajyaguru interview
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended