Home »Saurashtra »Latest News »Rajkot City» Rajkot Civil Court On Woman Rape By Astrologer Include Article 377

રાજકોટ જ્યોતિષ દુષ્કર્મકાંડ: કોર્ટના હુકમથી પોલીસે ઉમેરી કલમ 377

divyabhaskar.com | Mar 20, 2017, 07:42 AM IST

  • દુષ્કર્મ કેસ નોંધાયા બાદ જેના પર આરોપ છે તે જ્યોતિષ ભૂર્ગભ થઈ ગયો છે
રાજકોટ: શહેરના 73 વર્ષના જ્યોતિષે વિધિના બહાને 33 વર્ષીય મહિલાની પર દુષ્કર્મ આચર્યુ હતું. ઘટનાના વર્ષો બાદ તેની સીડી રજૂ કરીને મહિલાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. બાદમાં બંનેના અંતરંગ દ્રશ્યોવાળી સીડીને મીડિયામાં આપી હતી. જેને પગલે પોલીસે જ્યોતિષને પકડી પાડવાની કાર્યવાહી આરંભે તે પહેલા જ તે ભૂગર્ભ થઈ ગયો હતો. જ્યોતિષના ગ્રહો હજુ વાંકા હોય તેમ જણાઈ રહ્યું છે. કોર્ટે હવે જ્યોતિષ સામે અપ્રાકૃતિક સેક્સની કલમનો ઉમેરો કરવા પોલીસને હુકમ કર્યો હતો. 

બંધ બારણે મહિલાનું નિવેદન લીધું હતું

શહેરના જ્યોતિષે વિધિ કરવાના બહાને મહિલા સાથે દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધવામાં આવી હતી. શહેરના પોશ વિસ્તાર પંચશીલ પાર્કમાં રહેતા જ્યોતિષ શાસ્ત્રી અનંતપ્રસાદ ભટ્ટ સામે મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના 6 દિવસ બાદ પણ આરોપી જ્યોતિષ ફરાર છે. શનિવારે પોલીસ દ્વારા પીડિતાનું મેજીસ્ટ્રેટ સમક્ષ બંધ બારણે 164 મુંજબનું નિવેદન લેવામાં આવ્યું હતું.  કેસમાં ધરપકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયેલા જ્યોતિષ અનંતપ્રસાદ ભટ્ટને પકડવા પોલીસે તેના ગોંડલ સ્થિત મકાનમાં પણ છાપો માર્યો હતો. કથિત આરોપીએ સંભવિત ધરપકડ સામે આગોતરા જામીન મેળવવા વકીલ મારફત અરજી કરી હતી.
 
શું હતી ઘટના 
 
બે વખત લગ્ન કરી છૂટાછેડા લેનાર મહિલા મોનાલી (નામ બદલેલ છે)એ ફરિયાદમાં લખાવ્યું છે કે, મને રાજસ્થાન લઇ જઇ અડપલાં કર્યા તેનું રેકોર્ડિગ પણ મેં કરી લીધું છે. 2005માં પ્રથમ લગ્ન કર્યા હતા. જે લગ્ન દરમિયાન એક પુત્રનો જન્મ થયો હતો પરંતુ તેમાં મનમેળ ન આવતા બીજા લગ્ન કર્યા હતા, પરંતુ તેમાં પણ મનમેળ ન આવતા બીજી વખત છુટ્ટા છેડા લીધા હતા અને પુત્રને લઇ માતાના ઘરે રહેવા જતી રહી હતી. બે વખત માનસિક રીતે ભાંગી પડેલી મોનાલી અંતે જ્યોતિષના શરણે પહોંચી હતી. આઠ વર્ષ પહેલાના પાડોશી એવા જ્યોતિષનું કામ કરતાં અનંતપ્રસાદના સંપર્કમાં મોટી ઉંમરના હોવાથી મોનાલીએ તેને મન ખોલી બધી વાત કરી હતી.
 
વિધિના નામે રાજસ્થાન લઇ ગયા હતા
 
વિધિ કરવી પડશે તેમ કહી મોનાલીને જ્યોતિષ રાજસ્થાન લઇ ગયા હતા અને મોનાલીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ત્યાં ધર્મશાળામાં બે રૂમ રાખ્યાં હતા અેકમાં જ્યોતિષ અને એકમાં હું હતી. એક વખત સવારમાં મને જ્યોતિષના રૂમમાં બોલાવી અને તેના ચેલાએ કહ્યું કે બાળકને હું સાચવીશ. વિધિ કરવા બાજુના રૂમમાં ગઇ તો મારી સાથે અડપલાં કરવાનું શરૂ કર્યુ હતું અને કહ્યું કે જો કંઇ કહીશ તો બાળકને મારી નાખીશ, અંતે મારે તાબે થવુ પડ્યું હતું.

આગળની સ્લાઈડ્સ જ્યોતિષે મહિલા સાથે આચરેલા દુષ્કર્મની સીડીના દ્રશ્યોની તસવીરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: rajkot civil court on woman rape by astrologer include article 377
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended