Home »Saurashtra »Latest News »Rajkot City» Raiyadhar Residential Itself Demolition In Rajkot Mla Reach For Opposite

રાજકોટ: લોકોએ જાતે જ કર્યું ડિમોલિશન, MLA પહોંચ્યા'તા વિરોધ કરવા

divyabhaskar.com | May 19, 2017, 08:24 AM IST

  • લોકોએ જાતે જ દબાણ હટાવ્યા હતા
રાજકોટ: ન્યૂ રાજકોટની નગર રચનાનું અમલીકરણ કરી વિકાસ માટેના માર્ગ ખુલ્લા કરવા માટે ટીપી શાખાએ કામગીરી હાથ ધરી છે. રૈયાધાર ખાતે આજે સવારે રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ પોતાના કાફલા સાથે પહોંચીને ડિમોલિશનનો વિરોધ કર્યો હતો. ગણતરીના કલાકમાં ધારાસભ્ય જતાં રહેતા લોકો જાતે જ ડિમોલિશન કરવાનું શરૂ કર્યું હતું.  

પોલીસ બંદોબસ્ત વચ્ચે મનપાનો કાફ્લો પહોંચ્યો હતો

રૈયાધારથી સીધુ આલાપ ગ્રીનસિટી નીકળી શકાય તેવો 40 ફૂટનો રોડ ખુલ્લો કરવા માટે નડતરરૂપ 26થી વધુ કાચા-પાકા મકાનો ઉપર બુલડોઝર ફેરવવાનું નક્કી કરાયું હતું. જેને લઈને મનપાની ટીમ પોલીસ બંદોબસ્ત વચ્ચે પહોંચી હતી. જેમાં ધારાસભ્યએ થોડો સમય વિરોધ કરીને જતાં રહેતા લોકોએ જાતે જ માલસામાન લઈને નીકળવા લાગ્યા હતા.  રૈયા ટીપી સ્કીમ નં.22 હેઠળ આવતા 12 મીટર એટલે કે 40 ફૂટનો રોડ ખુલ્લો કરાવવા માટે તત્કાલીન મ્યુનિ. કમિશનર અજય ભાદુના કાર્યકાળમાં આયોજન થયું હતું. વિસ્તારમાં રાજીવ ગાંધી આવાસ યોજનાનો સૌપ્રથમ પ્રોજેક્ટ મુકાયો ત્યારે રોડ ખુલ્લો કરવાની તૈયારી થઇ હતી.
 
26 મકાનોની જગ્યા સ્વૈચ્છાએ ખાલી કરવા સુચના આપવામાં આવી હતી
 
 26 જેટલા કાચા-પાકા મકાનો આવતા હોવાનો સરવે થયા બાદ નડતરરૂપ બાંધકામમાં રહેતા પરિવારોને જગ્યા સ્વૈચ્છાએ ખાલી કરવા સૂચના આપવામાં આવી હતી. દરમિયાન ચોમાસા પહેલા રોડ ખુલ્લો કરીને ડેવલપ કરવા માટે ટીપી શાખાએ ડિમોલિશનનું ફાઇનલ આયોજન કરી નડતરરૂપ બાંધકામના આસામીઓને જગ્યા ખાલી કરી આપવા આખરી મહેતલ આપવામાં આવી હતી. મુદત પૂરી થતા હવે ગુરુવારે ડિમોલિશન ગોઠવવામાં આવ્યું હતું. 

આગળની સ્લાઈડ્સ દબાણદૂર કરવાનો વિરોધ અને સ્વૈચ્છાએ દબાણ હટાવની કામગીરીની અન્ય તસવીરો (તસવીરો: રવિ ગોંડલિયા, રાજકોટ)
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: raiyadhar residential itself demolition in rajkot mla reach for opposite
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended