Home »Saurashtra »Latest News »Rajkot City» Rain Fall In Rajkot With Kara And Cold Wave In Atmosphere

તોફાની પવન અને કડાકા સાથે રાજકોટમાં ધોધમાર ઝાપટાં, કરા પડ્યા

divyabhaskar.com | May 12, 2017, 08:29 AM IST

  • રાજકોટમાં કરા સાથે ધોધમાર વરસાદ
રાજકોટ:રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા એક અઠવાડિયાથી અસહ્ય ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. બપોર પછી આકાશ કાળા ડિબાંગ વાદળોથી છવાઇ ગયું હતું. ચાર વાગ્યે અચાનક જ કરા સાથેનો વરસાદ માણ્યો, મોડી સાંજ સુધી અસહ્ય બફારો રહ્યો અને રાત્રે 9 વાગ્યા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. લોકલ સીસ્ટમના કારણે રાજકોટના પશ્ચિમ વિસ્તારને બાદ કરતા મોટાભાગના વિસ્તારોમાં કરા સાથે ધોધમાર વરસાદ (10 થી 15 મિનિટ સુધી) વરસ્યો હતો. 10 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાયો હતો. આથી અમુક સ્થળે હોર્ડિંગ્સ પડી ગયા હતા.
 
હોર્ડિંગ્સ ઉડ્યા, રસ્તાઓ પર પાણી ફરી વળ્યા 
 
તોફાની પવનને કારણે શહેરમાં હોર્ડિંગ્સ ઉડ્યા હતા. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી હતી. તેમજ રસ્તા પર લોકો ન્હાવા નિકળી ગયા હતા. રસ્તાઓ પર પાણી વળ્યા હતા. શહેરના યાજ્ઞીક રોડ, કાલાવડ રોડ, કિશાનપરા રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. 
 
લોકો કરા વીણવા રસ્તા પર ઉતરી આવ્યા 
 
અસહ્ય ગરમીથી અકળાયેલા લોકોએ વરસાદથી રાહત અનુભવી હતી. કરા પડતા હતા ત્યારે લોકો વીણવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. એક સમયે રંગીલા રાજકોટના રાજમાર્ગો પર કરાની ચાદર પથરાઇ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. 
 
પશ્ચિમના લોકોને ખબર પણ ન હતી કે કરા પડ્યા
 
ચોમાસા દરમિયાન પણ રાજકોટમાં ઝોનવાઇઝ વરસાદ પડતો હોવાના અનેક દાખલા મોજુદ છે. ગુરુવારે પણ એવું જ થયું કે.કે.વી. ચોકથી સામાકાંઠા વિસ્તારમાં લગભગ 10 થી 15 મિનિટ સુધી ભારે પવન સાથે કડાકા-ભડાકા વચ્ચે વરસાદ અને કરા વરસ્યા હતા. જો કે કે.કે.વી. ચોકથી પશ્ચિમ વિસ્તારમાં માત્ર છાંટા જ પડ્યા હતા. આ વિસ્તારમાં રહેતા લોકોને ખબર જ ન હતી કે શહેરમાં કરા સાથે વરસાદ પડ્યો છે.
 
ટાબરિયાંઓને જલસા પડી ગયા, કરા વીણવા લાગ્યા

વેકેશનનો સમય છે. ધોમધખતા તાપમાં પણ કેટલાક ટાબરિયાં શેરી રમત રમી રહ્યા હતા. અચાનક જ વરસાદની સાથે કરા પડવા લાગતા ટેણિયાઓ ખુશખુશાલ થઇ ગયા હતા. કેટલાકે તો કરા વિણવાની પણ મોજ માણી હતી.
 
એલર્ટ
 
હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સતત 42 ડિગ્રીથી વધુ તાપમાન રહે તો લોકલ સિસ્ટમ ડેવલપ થતી હોય છે અને તેના કારણે ધોધમાર વરસાદ વરસી જતો હોય છે. ગુરુવારે રાજકોટમાં પણ લોકલ સિસ્ટમના કારણે જ વરસાદ થયો હતો. હજુ 48 કલાક ગુરુવારનું પુનરાવર્તન થવાની પૂરેપૂરી સંભાવના છે.
 
વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો..... (તસવીરો: પ્રકાશ રાવરાણી, રાજકોટ)
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: rain fall in rajkot with kara and cold wave in atmosphere
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended