Home »Saurashtra »Latest News »Rajkot City» Psi Not Stop Own Police Vehicle And Enter To Stadium During Ipl Match In Rajkot

રાજકોટઃ IPL મેચમાં PSIની દાદાગીરી, જીપ દોડાવી, ગાર્ડ ઊંઘા પગે દોડ્યો

divyabhaskar.com | Apr 21, 2017, 10:52 AM IST

  • ગાર્ડે પોલીસ જીપને રોકવા પ્રયાસ કર્યો હતો
રાજકોટ: રૂરલ પોલીસનો દીવમાં દારૂ પીતો વીડિયો બાદ હવે તેની દાદાગીરી વાળો એક વીડિયો વાયરલ થયો છે.  સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએસન સ્ટેડીયમ ખાતે 18 એપ્રિલે રોયલ ચેલેન્જર બેંગ્લોર અને ગુજરાત લાયન્સ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં કેટલાક પોલીસ અધિકારીઓ પોલીસ વાહનોમાં પોતાની ફેમિલીને લઇને મેચની ટિકિટ કે પાસ વિના પોતાની અંદર લઇ જઈ રહ્યા હતા. સિક્યુરીટી ગાર્ડે પોલીસની જીપ રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે આડો ઉતરીને રોકવા પ્રયાસ કર્યો હતો છતાં રોકી ન હતી. ન છૂટકે તેણે ઊંધા પગે દોડીને રોકવાનો પ્રયાસ જારી રાખ્યો હતો. આ મામલે રાજકોટ એસપીએ ડીવાયએસ કક્ષાના અધિકારીને તપાસ સોંપી છે.

જીપમાં બેસાડી પરિવારને અંદર લઇ જવાતા હોવાની ચર્ચા

 ગેઇટ પર હાજર સિક્યુરિટી ગાર્ડે પોલીસ વાહન રોકી તેમાં સવાર પોલીસના પરિવારજનો ની ટિકિટ માંગતા પોલીસ ઉશ્કેરાયા હતા. દરમિયાન ઉશ્કેરાટમાં ગાર્ડ પર વાહન ચડાવી દેવાનો પ્રયાસ કર્યો તેવું દેખાઇ રહ્યું છે. આ મામલે રાજકોટ રૂરલ એસ.પી ને જાણ કરતાં તેમણે જણાવ્યું હતું કે, ચોક્કસ માહિતી મેળવી તપાસ કરવામાં આવશે.  કંઇ પણ ખોટું કર્યાનું બહાર આવશે તો ત્વરિત પગલાં લેવામાં આવશે.

દાદાગીરી કરનાર પીએસઆઇ વિછીયાના...?

પોલીસ બેડામાંથી જાણવા મળતી વિગત મુજબ ધમાલ કરનાર પીએસઆઇ વિંછીયા સાઇડના હોવાનું બહાર આવે છે. તેની જીપમાં પરિવાર કે મિત્રો હતો અને તે મેચમાં પાસ વગર મુકવા ગયા હશે, તેની જીપ રોકવામાં આવી હતી અને સિક્યુરીટી સાથે બોલાચાલી થઇ હતી. પોલીસ રોફમાં આવી જીપ ઊભી રાખવાને બદલે જવા દીધી હતી. જેમતેમ કરીને ગાર્ડે જીપ રોકાવી હતી. જેમાંથી પોલીસ અધિકારી ઉતરીને ગાર્ડને ગાડીથી દૂર કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ ટિકિટ વગર પ્રવેશ ન કરવાની જીદ સામે તેમનું કંઈ ચાલ્યું ન હતું અને ત્યાંથી ચાલતા જતાં વીડિયોમાં જોવા મળે છે.
 
ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ કરશે તપાસ
 
ટિકિટ વિના પોતાના પરિવારને મેચ જોવા માટે લઇ જનારા પોલીસ કર્મચારી સામે કાયદાકીય પગલા લેવામાં આવશે. આ મુદ્દે ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ આ અંગે તપાસ કરશે, એસ.પી.અંતરિપ સુડેના જણાવ્યા પ્રમાણે આ જીપમાં કોનો પરિવાર હતો તેની તપાસ કરવામાં આવશે. આખો મામલો શું છે તેની પણ તપાસ કરવામાં આવશે. જે પણ થશે તે કાયદાને અનુસાર કરવામાં આવશે.

આગળની સ્લાઈડ્સ પોલીસ જીપ રોકાઈ ન હતી અને ગાર્ડ ઊંધા પગે દોડીને રોકવા પ્રયાસ કરતો રહ્યો તેની અન્ય તસવીરો....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: psi not stop own police vehicle and enter to stadium during ipl match in rajkot
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended