Home »Saurashtra »Latest News »Rajkot City» Pothi Yatra Of Bhagwat Katha In Rajkot Devotee Taken Dance With Dj Sound In Rajkot

રાજકોટ: DJના તાલે કથાની પોથી યાત્રા, ભાવિકોએ કર્યો ડાન્સ

divyabhaskar.com | May 18, 2017, 15:44 PM IST

  • રાસની રમઝટ વચ્ચે પોથીયાત્રા યોજાઈ હતી
રાજકોટ: પંચનાથ ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામનાર હોસ્પિટલના લાભાર્થે 18મીથી 25મી મે સુધી રેસકોર્સ ગ્રાઉન્ડમાં રમેશભાઇ ઓઝાના વ્યાસાસને ભાગવત સપ્તાહ યોજાઈ રહ્યો છે. જેને લઈને આજે પોથી યાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.  ડીજેના તાલે વિઠ્ઠલવિઠ્ઠલ વિઠ્ઠલા સહિતના ગીતો વાગતાં હતાં અને ભાવિકો રાસ ગરબાની રમઝટ બોલાવતાં હતા. આ પોથી યાત્રામાં એક ખાસ બેન્ડ પણ હતું.

1 લાખ સ્ક્વેર ફૂટનો ડોમ
 
કથા સ્થળે 1 લાખ સ્ક્વેર ફૂટનો ડોમ તથા ભોજન માટે 63000 સ્ક્વેર ફૂટનો મંડપ બનાવવામાં આવ્યો છે. વ્યવસ્થા માટે 35 કમિટી બનાવવામાં આવી છે. 250થી વધુ મહિલાઓ પણ સેવા આપશે. કથામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના અગ્રણીઓ હાજર રહેશે.
 
અન્ય વિસ્તારમાંથી આવેલા શ્રાવકો માટે નિઃશુલ્ક રહેઠાણ વ્યવસ્થા
 
 ઇન્દોર, બેંગ્લોર, નાસિક સહિતના શહેરોમાંથી 200થી વધુ લોકો સપ્તાહ સાંભળવા માટે આવ્યા છે. તેમના માટે નિ:શુલ્ક રહેવાની વ્યવસ્થા કરાઇ છે. સાથે સાથે બહારથી આવતા ભાવિકોને રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનથી લેવા મૂકવા માટે બસનું પણ આયોજન કરાયું છે. કથા દરમિયાન ભાવિકોને કદમના વૃક્ષનું પણ વિતરણ કરવામાં આવશે. સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરાયું છે. 
 
વૃધ્ધો અને ભાવિકોને માટે 28 બસોની સુવિધા

શહેરના અલગ અલગ 13 વિસ્તારોમાં બસ દોડાવવામાં આવશે. મવડી ચોક, નંદા હોલ, રામદેવ ચોકડી, નાણાવટી ચોક, નાનામવા ચોક, રૈયા ચોકડી, માધાપર ચોકડી, સંતકબીર રોડ, ભક્તિનગર સર્કલ, મોરબી રોડ, પેડક રોડ, બાપા સીતારામ ચોક, કે.કે.વી. હોલ પરથી સવારે 8 થી 9.15 વાગ્યા સુધી ફેરા કરવામાં આવશે. બપોરે કથા વિરામ કરી ભોજન લઇ ફરીથી બસો કથા સ્થળેથી પરત મૂકી જશે. શહેરના વૃધ્ધાશ્રમના 200થી વધારે વૃધ્ધોને પણ તેડવા મૂકવા માટેની સુવિધા મળી રહેશે. 
 
પંચનાથ મંદિર, ભક્તિ અને સેવાનો સમન્વય
 
શહેર મધ્યે આવેલા પંચનાથ મહાદેવનું પ્રાચીન મંદિર હજારો ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર છે. દરરોજ સેંકડો લોકો નિયમિત રીતે પંચનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. સ્થળ માત્ર ધાર્મિક સ્થળ બની રહેતા સાચા અર્થમાં સેવાનું સ્થળ બની રહ્યું છે. અત્યારે પણ ત્યાં ચાલતા દવાખાના અને તબીબી સેવાનો દરરોજ અનેક લોકો લાભ લે છે. હવે હોસ્પિટલના નિર્માણ સાથે સેવાયજ્ઞનો વ્યાપ વધશે. 

નવનિર્મિત હોસ્પિટલમાં આવી હશે સુવિધાઓ

પાંચ માળની હોસ્પિટલમાં 26500 સ્ક્વેર ફૂટનું બાંધકામ કરવામાં આવશે. હોસ્પિટલના મોટા ભાગના રૂમની ડિઝાઇન એવી રીતે બનાવવા આવશે કે દર્દી રૂમની બારીમાંથી પણ મહાદેવની આરતી અને દર્શનનો લાભ લઇ શકશે. ઓ.પી.ડી.સેન્ટર, સોનોગ્રાફી, એક્સ-રે, ઇકો-કાર્ડિયો, ડિજિટલ એક્સ-રે, કન્સલ્ટિંગ રૂમ, રીએક્શન રૂમ, ર્સ્ટલાઇઝેશન રૂમ, બાયોપસી રૂમ અને મલ્ટિ પર્પઝ મેડિકલ એક્ટિવિટી હોલ પણ બનાવવામાં આવશે. 

ભાગવત સપ્તાહમાં પ્રસાદ માટે આટલી સામગ્રી વપરાશે

બહારગામથીઆવતા ભાવિકો માટે પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેમાં 2200 ટન લાકડાં, 125 ડબ્બા ઘી, 400 ડબ્બા તેલ, 6000 કિલો ઘઉંનો લોટ વગેરે જેવી સામગ્રી ભોજન માટે વપરાશે. દરરોજ 1.50 થી 2 લાખ લોકો પ્રસાદ લેશે. 

આગળની સ્લાઈડ્સ પોથી યાત્રાની અન્ય તસવીરો (તસવીરો: રવિ ગોંડલિયા, રાજકોટ)
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: pothi yatra of bhagwat katha in rajkot devotee taken dance with dj sound in rajkot
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended