Home »Saurashtra »Latest News »Rajkot City» Organ Donor Man Cremation Held In Derdi Kumbaji Village Of Gondal

ગોંડલ: એક્સિડન્ટમાં ભાઈનું મોત, અંગદાન બાદ 2 બહેનોએ આપ્યો અગ્નિદાહ

Himanshu Purohit, Gondal | May 13, 2017, 08:23 AM IST

  • બહેનના લગ્ન નજીક છે ત્યારે ભાઈને તેણે અગ્નિદાહ આપવો પડ્યો
ગોંડલ: ગોંડલ તાલુકાના દેરડી(કુંભાજી) ગામના ધાર્મિક અરવિંદભાઈ મારડીયા (ઉ.વ.22) નામના યુવકનું  થોડા દિવસો પહેલા જેતપુર નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં ઘાયલ થયો હતો. આ અકસ્માતમાં બાઈક સવાર તેના પિતા,પિતરાઈ ભાઈ સહિતના ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થતાં રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ધાર્મિક મારડીયાનું સારવાર દરમિયાન બ્રેઈન જાહેર કરાયો હતો. જેથી તેના અંગોનું દાન કરાયું હતું. અંગદાન બાદ ગઈકાલે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ધામિક બે બહેનો શ્વેતા અને વર્ષાનો એકનો એક ભાઇ હતો.  બહેનોએ તેને અંતિમ વિદાય આપી હતી અને અગ્નિદાહ આપ્યો હતો.

અંગદાન કરી સમાજને રાહ ચીંધી

એક બાજુ પિતા અને પિતરાઈ ભાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા તો બીજી તરફ મારડીયા પરિવારના એકના એક જુવાનજોધ દીકરાનું અવસાન થતાં મારડીયા પરિવાર પર દુ:ખના ડુગરો તૂટી પડ્યા હતા. પથ્થર હૃદયના માનવીના પણ કાળજા કંપાવી દેતી દુ:ખદ ઘટના વચ્ચે મારડીયા પરિવારે પુત્ર ધાર્મિકના મૃત્યુના આઘાત વચ્ચે પણ પુત્રના દેહના અંગોનું અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો. જુવાનજોધ એકના એક દીકરાની બંને કીડનીઓ,આંખો અને લીવર સહિતના અંગોનું  દાન કરીને સમાજને એક અનોખી પ્રેરણા આપી છે.

બહેનના લગ્નમાં જવતલ હોમે એની જગ્યાએ બહેનોએ કરવા પડ્યા અંતિમસંસ્કાર

અકસ્માતે મૃત્યુ પામેલા ધાર્મિકના અંગોના દાનને દઈને પાંચ વ્યક્તિઓને નવજીવન તો મળ્યું હતું.  છતાં પ્રેરણાદાયી મારડીયા પરિવાર સાથે કુદરત કેવી કસોટી કરી રહ્યું છે. તે જોઈને આપના પણ કાળજા  કંપી ઉઠશે. એક બાજુ બે બહેનોના એકના એક ભાઈનું મૃત્યુ તો બીજી તરફ  આગામી 22મી મેના રોજ બહેન વર્ષાના લગ્નની ઢોલ શરણાઈઓ ગુંજી ઉઠે અને ભાઈ બહેનના જવતર હોમીને સાસરે વિદાય આપે તે પહેલા જ બહેનોના કંધો પર ભાઈએ વિદાય લીધી હતી.એકના એક ભાઈને કાંધ આપતી બહેનોને ભાઈના અગ્નિદાહ કરવાની ફરજ પડી હતી. એકના એક ભાઈને બે બહેનોએ અગ્નિદાહ આપ્યો તે વેળાએ કૈલાસધામમાં ઉપસ્થિત સૌ કોઈની આંખો આંસુઓથી છલકાઈ જવા પામી હતી.  મારડીયા પરિવાર સાથે બનેલી આ ઘટના અન્ય કોઈ સાથે ન બને તેવું કહેતા કૈલાસધામ પણ રડી ઉઠ્યું હતુ.
 
આગળની સ્લાઈડ્સ અંગદાન કરેલા ભાઈને બહેને આપી અંતિમવિદાયની અન્ય તસવીરો... (તસવીરો: દેવાંગ ભોજાણી, રાજકોટ)
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: organ donor man cremation held in derdi kumbaji village of gondal
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended