Home »Saurashtra »Latest News »Rajkot City» Narendra Modi Amit Shah Vijay Rupani Poster Put Black Ink In Rajkot

રાજકોટ: મોદી-શાહના પોસ્ટર પર કોઈએ કાળી શાહી લગાવી દેતા ઉતારી લેવાયું

divyabhaskar.com | Mar 20, 2017, 16:41 PM IST

  • કાલાવડ રોડ પરના સ્વામિનારાયણ મંદિર પાસે બોર્ડ લગાવાયું હતું
રાજકોટ: શહેરના કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે આગામી 23 માર્ચ શહીદ દિનને અનુલક્ષીને બીજેપી દ્વારા બેનર લગાવવામાં આવ્યા છે. આ બેનર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની તસવીરો છે. જેના પર કોઈ અજાણ્યા વ્યક્તિએ કાળી શાહી લગાવી દીધી છે. જેને લઈને લોકોમાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. કોઈ ટીખળખોરનું કૃત્ય છે કે જાણી જોઈને કોઈએ શાહી લગાવી છે તે તપાસનો વિષય છે.
 
શહીદ દિનની ઉજવણીને લઈને પોસ્ટર લગાવાયા છે

કાલાવડ રોડ સહિત રાજકોટમાં ઠેરઠેર શહેરમાં રાજકોટ શહેર યુવા ભાજપ દ્વારા પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. જેમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ, વિજય રૂપાણી, જીતુ વાઘાણી અને યુવા મોરચાના ઋત્વિજ પટેલની તસવીરો છે. સૌથી મોટી વાત એ છે કે તેમાં મોદી, શાહ અને રૂપાણીને જ કાળી શાહી લગાવવામાં આવી છે. બાકીના ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને ગુજરાત ભાજપ  યુવા મોરચાના ઋત્વિજ પટેલની તસવીર પર શાહી લગાવવામાં આવી નથી.

વિધાનસભાની ચૂંટણીને લઈને દાવપેચ શરૂ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હજુ વાર છે છતાં ગુજરાતમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હોય તેવી સ્થિતિ છે. ઉત્તરપ્રદેશમાં ભાજપને મળેલી જ્વલંત જીત બાદ રૂપાણીના શહેર એવા રાજકોટમાં ઠેરઠેર યુપીમાં 300 અને ગુજરાતમાં 150 સીટ એ પ્રકારના પોસ્ટર્સ લાગ્યા છે. ત્યારે મોદી, શાહ અને રૂપાણીના પોસ્ટરોને શાહી લગાડવામાં આવતાં રાજકીય ગરમીનો માહોલ જામ્યો છે.

શાહી લગાડતા ભાજપ લાલઘૂમ

ભાજપના કાર્યકરોમાં વડાપ્રધાન મોદી, અધ્યક્ષ શાહ અને મુખ્યમંત્રી રૂપાણીના પોસ્ટર પર કાળી શાહી લગાડવામાં આવતા રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે. કોણ શાહી લગાવી છે. તેને લઈને તપાસ કરવાની માંગ કરવામાં આવી રહી છે.

આગળની સ્લાઈડ્સ શાહી લગાડવામાં આવેલા પોસ્ટરની અન્ય તસવીરો (તસવીરો: રવિ ગોંડલિયા, રાજકોટ)
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: narendra modi amit shah vijay rupani poster put black ink in rajkot
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended