Home »Saurashtra »Latest News »Rajkot City» Morbi Ceramic Industry Theft Water In Canal Of Narmada Near Morbi

મોરબી: સિરામિક એકમો નર્મદા કેનાલમાંથી કરે છે આવી રીતે પાણીની ચોરી

Ravi Nimavat, Morbi | Mar 18, 2017, 07:28 AM IST

  • મોરબીના સિરામિક એકમો દ્વારા નર્મદા કેનાલમાંથી પાણી ચોરી
મોરબી:મોરબી આસપાસ અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે. જેમાં મોટાભાગના સિરામિક એકમોની મશીનરી માટે નિયમિત મોટા પ્રમાણમાં પાણીની જરૂરિયાત રહેતી હોય છે અને સરકાર દ્વારા ખેડૂતોને પિયતની સગવડ આપવા માટે નર્મદા કેનાલ શરૂ કરાઈ છે. જેમાંથી ઔદ્યોગિક એકમો રોજ લાખો લીટર પાણી ચોરી કરી જાય છે. પરંતુ તંત્ર આંખ મીચામણા કરતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
 
રોજના 50થી 70 ટેન્કરો નર્મદા કેનાલમાંથી ધોળા દિવસે ચોરી કરી સિરામિક એકમોમાં પહોંચાડાય છે
 
મોરબી શહેરની આસપાસ 700થી વધુ સિરામિક એકમો કાર્યરત છે. જે એકમોના રોજના પાણીની જરૂરિયાત માટે ટેન્કરો દ્વારા પાણી ચોરી કરવામાં આવી રહ્યું છે. રોજના 50 થી 70 ટેન્કરો નર્મદા કેનાલમાંથી ધોળે દિવસે ચોરી કરીને સિરામિક એકમોમાં ટેન્કરો પહોંચાડી રહ્યા છે અને પાણી ચોરી કરીને પાણી વેચાતું આપી રહ્યા છે. તો બીજી તરફ ખેડૂતોને પિયત માટે વલખા મારવા પડે છે અને ઉભી મોલાતો બચાવવા માટે પાણી લેતા ખેડૂત સામે ભૂતકાળમાં પનીચોરીના કેસ પણ બહાદુર તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે. જેથી સરકાર અને તંત્રની એકને ગોળ અને બીજાને ખોળ જેવી બેધારી નીતિ પણ પાણીચોરીના કિસ્સામાં જોવા મળી રહી છે. પેટ્રોલિંગની મોટી મોટી વાતો ખૂબ કરવામાં આવે છે. પરંતુ જમીની હકીકત કંઈક બીજું જ બયાન કરે છે અને સ્થળ તપાસ દરમિયાન પાણી ચોરી કરનારા મજૂરે એક ફેરાના 10 હજાર રૂપિયા આપતા હોવાની કબૂલાત આપી હતી અને રોજના 2 થી 3 ફેરા તો તે માત્ર ઉદય નામના સિરામિક એકમમાં પહોંચાડતો હોવાની કબૂલાત તેને કેમેરા સામે આપી હતી.
 
અધિકારીઓને માથાભારે શખ્શોનો ડર 
 
મોરબી બ્રાંચ કેનાલમાંથી મોટા પાયે થતી પાણીચોરી રોકવામાં નિષ્ફળ તંત્રના અધિકારીઓ સાથે થયેલી વાતચીતમાં અધિકારીઓએ પોતાના ડરની પણ કબૂલાત આપી હતી. અગાઉ પણ માથાભારે લોકો દ્વારા તેને ધમકીઓ મળી હોવાથી આ મામલે અધિકારીઓ કડક પગલા લેતા ડરતા હોવાની ચોંકાવનારી માહિતી પણ મળી હતી તેમજ એસઆરપી માટે સતત માંગ છતાં એસઆરપી ટીમ ફાળવવામાં આવતી નથી તેવા જવાબો આપીને પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે. ત્યારે પાણીચોરી કોણ રોકી શકશે તે સવાલો યોગ્ય છે અને ખેડૂતો સામે પાણીચોરીના કેસ કરનાર તંત્ર ઓદ્યોગિક એકમો સામે કાર્યવાહી કરતા ડરે છે કે પછી આર્થિક લાભો મળી જાય છે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો...(તસવીરો: રવિ નિમાવત, મોરબી)
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: morbi ceramic industry theft water in canal of narmada near morbi
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended