Home »Saurashtra »Latest News »Rajkot City» Man Contact With Woman On Matrimonial Website And Molestation With Them In Rajkot

રાજકોટ: 'અભિનેત્રી રેખાનો પાડોશી છું' કહી NRIએ પત્ની હયાત છતાં 4 લગ્ન કર્યા

divyabhaskar.com | Jan 09, 2017, 16:36 PM IST

  • બન્ને મહિલાએ ફરિયાદ નોંધાવતા મેનેજરને કરી ધરપકડ
રાજકોટ:વિધવા-ત્યક્તાઓની લાગણીઓ સાથે ખેલી તેને પોતાની મોહજાળમાં ફસાવી ભોગ બનાવતા રાજકોટની એક હોટેલના મેનેજરના કાળા કરતુતનો પર્દાફાશ થયો હતો. રાજસ્થાનની મહિલા અને આરોપીની વર્તમાન પત્નીએ મળી ‘ઓપરેશન’ પાર પાડતા હોટેલ મેનેજરે ચાર લગ્ન કર્યા હોવાનો અને 700થી વધુ મહિલાઓ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યાનો પણ ધડાકો થયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી તેને રિમાન્ડ પર લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા. અમેરિકામાં લીવ ઇન રીલેશનથી રહેતો હતો. પત્ની હયાત હોવા છતાં પણ તેણે ચાર લગ્ન કર્યા હતા. 
 
રાજસ્થાની મહિલાને ફસાવી, અડપલાં કર્યાં, અંતે ભાંડો ફૂટ્યો
 
રાજકોટમાં ન્યારી ડેમ પાસે આવેલી હોટેલ લગુન્સમાં મેનેજર તરીકે નોકરી કરતા અને પ્રેમમંદિર પાછળ સ્ટાર રિજન્સી એપાર્ટમેન્ટમાં રહેતા હિતેષ ભીખુ પટેલે (ઉ.વ.54) સાદી ડોટ કોમ નામની સાઇટ પર પોતાની પ્રોફાઇલ મૂકી હતી. પોતે વિધુર હોવાનું દર્શાવી લગ્ન ઇચ્છુક હોવાનું જણાવ્યું હતું. હિતેષ પટેલે રાજસ્થાનના ઉદયપુરમાં રહેતી જ્વેલરીની ધંધાર્થી અને વિધવા 55 વર્ષની મહિલાને સાઇટ મારફત લગ્નનો પ્રસ્તાવ મૂક્યા બાદ ઉદયપુર તેને મળવા ગયો હતો. વાકચાતુર્ય ધરાવતા એનઆરઆઇ હિતેષ પટેલે મહિલા સમક્ષ પોતાને અમેરિકામાં પાંચ હોટેલ, ભારતમાં ચાર હોટેલ અને રાજકોટની લગુન્સ હોટેલનો પાર્ટનર હોવાનું કહી મહિલાને રાજકોટ આવવા નિમંત્રણ આપ્યું હતું. હિતેષ સાથે બાકીની જિંદગી સારી રીતે જીવી શકાશે તેવા સ્વપ્ન જોઇ રાજસ્થાની મહિલા 22 નવેમ્બરના તેની સહેલી સાથે રાજકોટ હિતેષના ઘરે આવી હતી. મહિલાની સહેલી બાથરૂમમાં નહાવા ગઇ હતી ત્યારે હિતેષે એકલતાનો લાભ ઉઠાવી મહિલા સાથે શરીર સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હિતેષની નિયત પારખી ગયેલી મહિલાએ તેનો પ્રતિકાર કરી સાંજે રાજસ્થાન જવા રવાના થઇ ગઇ હતી.
 
અનેક મહિલાઓ સાથે સંબંધ હોવાનું જાણવા મળ્યું
 
હિતેષ પટેલ ચિટિંગ કરી રહ્યાનું લાગતા મહિલાએ હિતેષના ફેસબુક એકાઉન્ટ ચેક કર્યા હતા અને તેના પરથી તેને અનેક મહિલા સાથે સંબંધ હોવાનું જાણવા મળ્યું હતું અને વિધુર હોવાનું કહેતા હિતેષની પત્ની હયાત હોવાનું સ્પષ્ટ થયું હતું. મહિલાએ અનેક પ્રયાસો કરી હિતેષની પત્ની ગીતાનો સંપર્ક કરતા હિતેષના કાળા કરતુતોનો તેની પત્નીને પણ અહેસાસ થયો હતો અને બંને મહિલાઓએ મળી હિતેષ પટેલ સામે મોરચો માંડ્યો હતો. 
 
હિતેષે અમેરિકામાં અરૂણા પટેલ સાથે લગ્ન કર્યા હતા
 
શનિવારે બંને મહિલા પોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલોતને મળી હતી અને આપવીતી વર્ણવી હતી. બંને મહિલાઓએ ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ બી.ટી.વાઢિયા સહિતના સ્ટાફે રવિવારે સવારે હિતેષ પટેલને તેના ઘરેથી દબોચી લીધો હતો. પોલીસે હિતેષ પટેલના લેપટોપ અને મોબાઇલમાં તપાસ કરતા પ્રૌઢ હિતેષ પટેલે જુદી-જુદી સાઇટ મારફત 700થી વધુ મહિલાઓ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યાનો પણ ધડાકો થયો હતો. હિતેષે અમેરિકામાં અરૂણા પટેલ સાથે લગ્ન કર્યા હતા. જેનાથી સંતાનમાં એક પુત્રીની પ્રાપ્તિ થઇ હતી. ત્યારબાદ અમેરિકામાં ડી-હેરલ નામની મહિલા સાથે લીવ ઇન રિલેશનશિપથી રહેતો હતો. ભારત આવ્યા બાદ બેંગ્લોરની ગીતા નામની મહિલા અને મુંબઇ રહેતી ગીતા નામની મહિલા સાથે લગ્નના ‘નાટક’ કર્યા હતા. હિતેષ પટેલે અનેક મહિલા–ને ફસાવ્યાની શંકાએ પીએસઆઇ જી.સી.જાડેજાએ તેને રિમાન્ડ પર લેવાની તજવીજ શરૂ કરી હતી.

આગળની સ્લાઇડ્સ મુંબઇમાં અભિનેત્રી રેખાની બાજુમાં બંગલો, રાષ્ટ્રીય નેતાઓ સાથે ધરોબો, વિદેશોમાં પાંચ હોટેલો હોવાની ગુલબાંગ મારતો’તો. (તસવીરો: પ્રકાશ રાવરાણી, રાજકોટ)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: man contact with woman on matrimonial website and molestation with them in rajkot
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext