Home »Saurashtra »Latest News »Rajkot City» Making Rangoli And Grand Welcome Of Khodal Rath In Rajkot

રાજકોટ: રંગોળી દોરી માના વધામણા, DJના તાલે ખોડલ રથનું સ્વાગત

divyabhaskar.com | Jan 09, 2017, 07:38 AM IST

  • ખોડલ રથના સ્વાગતમાં આકર્ષક રંગોળી
રાજકોટ: ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા અંતર્ગત રાજકોટ શહેરમાં લેઉવા પાટીદાર પરિવારને આમંત્રણ અાપવા પહોંચેલા ખોડલધામ રથનું શહેરમાં ઠેરઠેર ભવ્યાતિભવ્ય સ્વાગત થઈ રહ્યું છે. આજે વહેલી સવારે મવડીમાં આસપાસના વિસ્તારમાં રથનું સ્વાગત કરાયું હતું. રથનું સ્વાગત કરવા માટે રંગબેરંગી રંગોળી, ફૂલહાર સહિતના સુશોભન કરાયા હતા.  પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ઉત્સાહભેર જોડાવવા લેઉવા પાટીદારમાં થનગનાટ જોવા મળી રહ્યો છે.

17મી જાન્યુઆરીથી પાંચ દિવસીય મહોત્સવ

17 જાન્યુઆરીથી સતત પાંચ દિવસ સુધી યોજાનારા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે રાજકોટમાં લેઉવા પાટીદાર પરિવારોને આમંત્રણ આપવા આવેલો ખોડલધામ રથ હજુ 11 જાન્યુઆરી સુધી રાજકોટ શહેરના વિવિધ વિસ્તારમાં વસતા સમાજના પરિવારોને આમંત્રણ પાઠવશે. ત્યારબાદ ખોડલધામ રથ મોરબી પંથકમાં વસતા લેઉવા પાટીદાર સમાજને આમંત્રણ આપવા રવાના થશે. 
 
રાજકોટ રેસકોર્સથી ખોડિયાર માતાની મૂર્તિની શોભાયાત્રા નીકળશે
 
17મી જાન્યુઆરીએ સવારે 8 કલાકે રાજકોટના રેસકોર્સ મેદાનમાંથી મંદિરમાં સ્થાપિત થનાર ખોડિયાર માતાજીનું મુખ્ય મૂર્તિ સાથેની શોભાયાત્રા નીકળીને કાગવડ પહોંચશે. યાત્રા 30-35 કિ.મી. લાંબી હશે, જેમાં 3 હાજર કાર, 7 હજાર બાઇક, 300 બસ, ફલોટ્સ જોડાશે. ઉપરાંત સોરાષ્ટ્રના આઠ જિલ્લામાંથી પણ મંદિરમાં બિરાજિત થનાર દેવ દેવીઓની મૂર્તિઓની શોભાયાત્રા નીકળીને બપોર 12 વાગ્યા સુધીમાં કાગવડ પહોંચશે.
 
17મીથી ખોડલધામના કાર્યક્રમ
 
- 17 જાન્યુઆરી શોભાયાત્રા, રંગારંગ કાર્યક્રમ, પુસ્તક વિમોચન, દાતાઓનું સન્માન
- 18 જાન્યુઆરી, 21 કૂંડનો મુખ્ય હવન પ્રારંભ, સાંસ્કૃતિક કાર્યક્રમ, લોકડાયરો
- 19 જાન્યુઆરી, હવન, રાસમંડળની રમઝટ
-  20 જાન્યુઅારી, હવન, કસુંબીનો રંગ જામશે
-  21 જાન્યુ., પ્રાણ પ્રતિષ્ઠા, ધ્વજા આરોહણ, કળશ અનાવરણ, ધર્મસભા, મંદિર ખુલ્લું મુકાશે.
 
ખોડલધામ બન્યું છે શિલ્પ શાસ્ત્ર મુજબ, મંદિર ફરતે છે 650 મૂર્તિ
 
 
કાગવડમાં લેઉવા પટેલ સમાજે શિલ્પ શાસ્ત્ર મુજબ ભવ્ય ખોડલધામ મંદિરનુ નિર્માણ કર્યુ છે. મંદિરમાં પિલર, છત, તોરણ, ધુમ્મટની ડિઝાઇન રાજસ્થાનના કારીગરોએ કંડાર્યા છે, જ્યારે મંદિરના બહારના ભાગ ફરતે 650 મૂર્તિઓ મુકવામાં આવી છે જે ઓરિસ્સાના કારીગરોએ કંડારી છે. આ મૂર્તિમાં ગજથર, અશ્વથર, ગ્રાસથર, નર્તકી, વ્યાલ, વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રામાયણ, મહાભારત અને ગીતાના ધાર્મિક પ્રસંગો પણ કંડારીને મુકાયા છે. ખોડલધામ મંદિરનું ફાઉન્ડેશન જમીનથી 17 ફુટ ઊંડે છે, એ પછી જમીનથી 18 ફૂટ ઊંચે પહેલો ભાગ અને 6.5 ફૂટ ઊંચાઇએ બીજો ભાગ તૈયાર કરવામાં આવ્યો છે. 

આગળની સ્લાઈડ્સ મવડી વિસ્તારમાં કરવામાં આવેલા ખોડલ રથના સ્વાગત અને રંગોળી સહિતની અન્ય તસવીરો (તસવીરો: રવિ ગોંડલિયા, રાજકોટ)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: making rangoli and grand welcome of khodal rath in rajkot
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext