Home »Saurashtra »Latest News »Rajkot City» Make Friendship On Social Media And Robbe Man Gang Send Pasa

રાજકોટ: રેપ કેસમાં ફીટ કરવાની ધમકી આપતા 4 જણ પર પાસા

divyabhaskar.com | Mar 19, 2017, 13:21 PM IST

  • યુવતીઓની ગેંગ પ્રેમજાળમાં ફસાવીને યુવાનોને લૂંટી લેતા
રાજકોટ:  શહેરમાં 2016ના અંતમાં 1 ડિસેમ્બરથી સતત બે દિવસમાં યુવાનોને મોહજાળમાં ફસાવ્યા હોવાની ત્રણ ઘટના બની હતી, જેમાં મોહજાળમાં ફસાવીને યુવાનોનું બ્લેક મેઈલિંગ કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું. એક ઘટનામાં યુવાનને મોહજાળમાં ફસાવી નકલી પોલીસ બનીને લૂંટી લેવાની બનાવમાં પોલીસે બે મહિલા સહિત 4 જણને પાસામાં ધકેલ્યા છે. આવી ઘટનામાં બ્લેક મેઈલિંગથી કંટાળીને એક યુવાને તેના માતા-પિતાની હત્યા કરી બાદમાં પોતે પણ  આપઘાત કરી લીધો હતો. 

પાસા અંતર્ગત ચારેયને રાજકોટ બહારની જેલમાં મોકલી દેવાયા

યુવાનોને ફ્રેન્ડશીપના બહાને લૂંટી લેતી ગેંગના ચાર સભ્યો જેમાં બે મહિલા સામેલ છે તેમને રાજકોટથી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પાસાનું વોરન્ટ ઈસ્યુ કરીને તેમની ધરપકડી કરી હતી. પાર્થ રાજપોપટને વડોડરા, પ્રીતિ અનડાને અમદાવાદ તેમજ રોહિત સોલંકી અને રોશન હિંગળોજીયાને સુરત જેલ ધકેલી દેવામાં આવ્યા હતા.

કેવી રીતે યુવાનોને ફસાવવામાં આવતા

હુસ્નની મોહજાળમાં ફસાવનારી ગેંગ લોકો સાથે ફોન પર મીઠી મીઠી વાતો કરી ફ્રેન્ડશીપ બનાવી લે છે બાદમાં તેમને ફસાવી પૈસા પડાવવાનું શરૂ કરે છે.  યુર્નિવર્સિટી પોલીસની હદમાં ચાર મહિલા ફોનમાં યુવાનોને ફસાવી બાદમાં બળાત્કારના ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપી નકલી પોલીસ બની ડરાવી ધમકાવી પૈસા ખંખરતી ગેંગને ઝડપી પાડી છે. જેમાં એક યુવાન પાસે તેમણે 75 હજાર રૂપિયા પડાવ્યા હતા. આ જ ગેંગે અન્ય યુવાનોને પણ છેતર્યા હતા. આવી જ બીજી ગેંગના ચાર મહિલા સહિત આઠ લોકોની ગેંગને 2જી ડિસેમ્બરે બી.ડિવિઝન પોલીસ ઝડપી પાડી હતી. આ ગેંગ યુવાનોને ફોન કરી ફ્રેન્ડશીપ કરી નાણા પડાવવા બ્લેકમેઇલ કરતી હતી. 

પહેલી ડિસેમ્બરે પોલીસ પકડી હતી આ ગેંગને

લોકો સાથે ફોન પર મીઠી મીઠી વાતો કરી ફ્રેન્ડશીપ બનાવી બાદમાં ફસાવી પૈસા પડાવતી ચાર મહિલા સહિતની ગેંગને શહેરની યુર્નિવર્સિટી પોલીસે 1 ડિસેમ્બેર ઝડપી પાડી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે ચાર મહિલા ફોનમાં યુવાનોને ફસાવી બાદમા નકલી પોલીસ બની ડરાવી ધમકાવી પૈસા ખંખેરતી હતી. જેમાં એક યુવાન પાસે તેમણે 75 હજાર રૂપિયા લેતા સમગ્ર ઘટના પોલીસની નજરમાં આવી હતી.

આગળની સ્લાઈડ્સ સોશિયલ મીડિયા અને ફોનથી સંપર્ક બનાવી ખંખેરતી ગેંગ
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Make friendship on social media and robbe man gang send pasa
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended