Home »Saurashtra »Latest News »Rajkot City» Majestic Set Stand On Krushna Charitra Katha Near Rajkot

રાજકોટ: કથામાં લાખોનો જાજરમાન સેટ, આસિત મોદી જોઇ થયા આફરીન

divyabhaskar.com | Mar 18, 2017, 12:58 PM IST

  • કથામાં લાખોના ખર્ચે ઉભો કરાયો જાજરમાન સેટ, આસિત મોદી આવ્યા હતા કથાની મુલાકાતે
રાજકોટ:રાજકોટના ઉકાણી પરિવાર દ્વારા કાલાવડ રોડ, ઇશ્વરિયા ગામે કૃષ્ણચરિત્ર કથા સત્સંગનું 15થી 21મી માર્ચ સુધી સાંજે 5 થી 8 દરમિયાન આયોજન કરાયું છે. વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીના વ્યાસાસને ચાલી કથા ચાલી રહી છે. કથામાં લાખોના ખર્ચે જાજરમાન સેટ ઉભો કરવામાં આવ્યો છે. ગઇકાલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા આસિત મોદીએ મુલાકાત લીધી હતી. કથાનો જાજરમાન સેટ જોઇ તેઓ પણ આફરીન થયા હતા. 

કથા સ્થળને રોશનીથી શણગારાયું
 
કાલાવડ રોડ પર ઇશ્વરિયા ગામમાં બાન લેબના મૌલેશ ઉકાણી દ્વારા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથા સ્થળને ગંરબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. તેમજ આકર્ષક પ્રવેશ દ્વાર પણ બનાવાયો છે. અંદર ગોવર્ધન પર્વત ભગવાન કૃષ્ણ પોતાની ટચલી આંગળીથી ઉચકતા હોય તેવી કૃતિ મુકવામાં આવી છે. આ ઉપરાંત ખેતીના જૂના ઓજારોનું પદર્શન પણ રાખવામાં આવ્યું છે. ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરતી વસ્તુઓ મુકવામાં આવી છે.  

કથામાં જાજરમાન સેટ ઉભો કરનાર પરિવારને જાણો 
 
સેસા તેલથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. બાન લેબ સેસા તેલ સહિત અનેક આયુર્વેદિક બ્યુટી, હેર, સ્કિનની સંખ્યાબંધ પ્રોડક્ટ બનાવે છે. બાન લેબના એમડી એટલે મૌલેશ પટેલ અને તેમના પિતા ડાયાભાઈ બાન લેબના ચેરમેન છે. મૂળ ડાયાભાઈ ખેતીપ્રેમી છે. જૂનાગઢ નવાબ સાથે નજીકના સંબંધો રહેલા છે. દાયકા પહેલા ગામડે ખેતી હતી ત્યારે ગામમાં કોઈ બિમાર થાય તો વૈદ્યને બોલાવાતાં. 
 
શરૂઆતમાં કબજીયાત અને હેર ઓઈલ બનાવતાં
 
ખેડૂતજીવને કારણે ડાયાભાઈને થોડી સમજ હતી એટલે વૈદ્યને મદદરૂપ થતાં. ધીમેધીમે તેમાંથી ઔષધ બનાવવા લાગ્યા અને 1963માં ડાયાભાઈ રાજકોટ આવ્યા ત્યારે આરોગ્ય ભવન નામે દવાખાનું શરૂ કર્યું. શરૂઆતમાં કબજીયાત અને હેર ઓઈલ બનાવતાં. ધીમે ધીમે પ્રોડક્ટ જામવા લાગી અને ફળ સ્વરૂપે કંપનીમાં પરિવર્તિત થઈ. મૌલેશભાઈનો પરિવાર પણ સેસા હેર ઓઈલ સિવાય કોઈ અન્ય પ્રોડક્ટ વાપરતાં નથી. તેલ એકદમ શાસ્ત્રોક્ત વિધિથી બનાવવામાં આવે છે અને તેમાં અલગ અલગ પ્રકારની 18 જાતના ઓશડીયા વાપરવામાં આવે છે. દેશ-વિદેશમાં સેસા ઓઈલે નામના મેળવી છે.

કથામાં ઉભો કરવામાં આવેલા જાજરમાન સેટની વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો.....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Majestic set stand on krushna charitra katha near rajkot
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended