Home »Saurashtra »Latest News »Rajkot City» Khodaldham Trust Launched Mobile Application And Will Be Get Job

'ખોડલધામ એપ' લોંચ, આંગળીના ટેરવે Live દર્શન, રોજગારી પણ મળશે

Alpesh Ranpariya, Rajkot | Mar 17, 2017, 08:35 AM IST

  • મોબાઇલ એપથી આંગળીના ટેરવે કરી શકાશે ખોડલધામના દર્શન
રાજકોટ:લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતિક સમાન ખોડલધામ ટ્રસ્ટ દ્વારા મોબાઇલ એપ લોંચ કરવામાં આવી છે. હવે ઘરે બેઠા આંગળના ટેરવે ખોડલધામ મંદિરમાં બિરાજમાન ખોડિયાર માતાજીના દર્શન કરી શકાશે. તેમજ એપમાં રોજગારીનું પણ એક ફિચર રાખવામાં આવ્યું છે. જેમાં યુવાનો પોતાનો બાયોડેટ અપલોડ કરી શકશે અને યોગ્યતા મુજબ જે તે કંપની તેને નોકરી આપશે. આથી ખોડલધામ એપ એક રોજગારીનું માધ્યમ પણ બનશે. 
 
ખોડલધામ ટ્રસ્ટ દ્વારા યોજનાર દરેક કાર્યક્રમ અને તેની સાચી માહિતી તમારા મોબાઈલ પર મેળવી શકશો
 
આ એપ દ્વારા મા ખોડલના રોજના દર્શન, ફોટો, વીડિઓ, ન્યુઝ, જરૂરી સૂચનાઓ, મેગેઝીન, ગરબા તથા આરતી અને ખોડલધામ ટ્રસ્ટ દ્વારા યોજનાર દરેક કાર્યક્રમ અને તેની સાચી માહિતી તમારા મોબાઈલ પર મેળવી શકશો. ભક્તિ દ્વારા એકતા ની શક્તિ, ચાલો એક બનીએ એક મેકના બનીએ સૂત્રને સાર્થક કરવા ટ્રસ્ટ દ્વારા મોબાઇલ એપ લોંચ કરવામાં આવી છે. એપ ઇન્સ્ટોલ કરવા તમારા ફોનમાં ગુગલ પ્લે સ્ટોર પર જઈ શ્રી ખોડલધામ એપ ડાઉનલોડ કરી શકાશે. 
 
મોબાઇલ એપમાં આટલા ફિચર
 
ખોડલધામ ટ્રસ્ટ દ્વારા લોંચ કરવામાં આવેલી મોબાઇલ એપમાં મંદિર વિશએની માહિતી, ન્યુઝ, કાર્યક્રમ, ફોટો ગેલેરી, વીડિયો ગેલેરી, મેગેઝીન, તમારો સંદેશ, નોકરી વિશેષ, બિઝનેસ ડિરેક્ટરી, મેમ્બર ડિરેક્ટરી, જાહેરાત, મેનેજમેન્ટ ટીમ સહિતના ફિચરનો સમાવેશ થાય છે. 
 
વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.... (તસવીરોઃ અલ્પેશ રાણપરીયા, રાજકોટ)
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: khodaldham trust launched mobile application and will be get job
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended