Home »Saurashtra »Latest News »Rajkot City» Khodaldham Temple 2 Ton Gold Plated Dhvajadand Installed With 22 Rings

ખોડલધામ મંદિર પર ચડાવાયો 22 ઘંટ સાથેનો 2 ટનનો ગોલ્ડ પ્લેટેડ ધ્વજાદંડ

divyabhaskar.com | Jan 09, 2017, 10:23 AM IST

  • ખોડલધામ મંદિર પર ધ્વજાદંડ ચડાવાયો હતો
રાજકોટ: ગુજરાતના અનેરા તીર્થધામ કાગવડ ખાતેના ખોડલધામમાં આઇ ખોડિયારની પ્રાણપ્રતિષ્ઠાનો દિવસ જેમ જેમ નજીક આવતો જાય છે તેમ તેમ તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. રવિવારે મંદિર પર 2000 કિલો એટલે કે 2 ટન વજનનો 22 ઘંટ સાથેનો ગોલ્ડ પ્લેટેડ ધ્વજાદંડ ચડાવવામાં આવ્યો હતો. જેના પર 21મી અને શનિવારે સૂર્યોદય સાથે ધ્વજા ફરકાવવામાં આવશે. 

મોબાઈલ ક્રેનથી ચડાવાયો ધ્વજાદંડ

મંદિરનો અત્યંત મહત્વનો ભાગ ગણાતા ધ્વજા ભાગ પર ધ્વજાદંડ ચડાવવા માટે ખાસ પ્રકારની મોબાઇલ ક્રેઇનનો ઉપયોગ કરાયો હતો. જો કે પૂર્વ વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ધ્વજાદંડની શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અનુસાર પૂજા-અર્ચના કરવામાં આવી હતી. મંદિરના આર્કિટેક વિપુલભાઇ ત્રિવેદીના જણાવ્યા મુજબ 175 ફૂટની ઊંચાઇએથી ચડાવાયેલો ધ્વાજાદંડ 30 ફૂટ 5 ઇંચ તથા 10 ફૂટ પકડ માટે સાલનો ભાગ મળી કુલ 40 ફુટ ઊંચાઇનો છે. ધ્વજાદંડ પર 5 ફૂટ બાય 2.5 ફૂટની પાટલી પણ મુકવામાં આવી છે.

પાટલીમાં 22 ઘંટ

અા પાટલીમાં 22 ઘંટ ફીટ કરવામાં આવ્યા છે. જે મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવે તે મંદિરને જીવંત મંદિર કહેવામાં આવે છે અને હિન્દુ શાસ્ત્રો અનુસાર જીવંત મંદીર પર સદા ધ્વજા ફરકતી રહેવી જોઇએ. 21મીને શનિવારે સૂર્યોદય સાથે ધ્વજાદંડ પર ધ્વજા ચડાવવામાં આવશે.

આગળની સ્લાઈડ્સ બે ટનના ધ્વજાદંડની મંદિર પર ચડાવવાની લાઈવ તસવીરો (તસવીરો: પ્રકાશ રાવરાણી, રાજકોટ)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: khodaldham temple 2 ton gold plated dhvajadand installed with 22 rings
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext