Home »Saurashtra »Latest News »Rajkot City» Khodaldham President Paresh Gajeras 40th Birthday

HBD: આ છે ખોડલધામના યુવા પ્રમુખ, રહી ચૂક્યા છે રાજકોટના કોર્પોરેટર

divyabhaskar.com | May 14, 2017, 15:06 PM IST

  • પરેશભાઈ તેમની પત્ની અને દીકરી સાથે
રાજકોટ:લેઉવા પટેલ સમાજના એકતા પ્રતિક સમા ખોડલધામમાં રંગેચંગે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ચાલુ વર્ષની શરૂઆતમાં યોજાયો હતો. મહોત્સવ બાદ નરેશ પટેલે ખોડલધામના નવા પ્રમુખ તરીકેની જવાબદારી પરેશભાઇ ગજેરાને સોંપી હતી.  યુવા વયના પરેશભાઇ રાજકોટના પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે. તેમનો આજે 40મો જન્મદિવસ છે.  

રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રેસિડન્ટ, ખોડલધામના ટ્રસ્ટી

39 વર્ષની વય ધરાવતા પરેશભાઇનો જન્મ 14 મે 1977ના રોજ થયો હતો. તેઓ એક વર્ષ પહેલા રાજકોટના રણછોડનગરમાં રાજ રેસીડેન્સીમાં નામના મકાનમાં રહેતા હતા. હાલ પરેશભાઇ 150 ફૂટ રિંગ રોડ પર સવા ચારસો વારના ભવ્ય બંગલામાં રહે છે. તેઓ રાજકોટના બિલ્ડર છે અને વેલી વ્યુ ગ્રુપથી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા છે. પરેશભાઇ હાલ રાજકોટ બિલ્ડર એસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ છે. તેમજ ખોડલધામમાં ટ્રસ્ટી પણ છે. 

પરેશભાઇ બે ભાઇઓમાં નાના 

પરેશભાઇના પિતાનું નામ મનજીભાઇ અને માતાનું નામ વાલીબેન છે. તેમજ સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. તેઓ બે ભાઇઓમાં નાના છે. 21 વર્ષની વયે તેઓ રાજકોટમાં કોંગ્રેસ પક્ષ તરફથી કોર્પોરેટર બન્યા હતા. 

ખોડલધામના નવા પ્રમુખ તરીકે શું કહ્યું હતું

ખોડલધામના નવા પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળતાં જ પરેશભાઇએ જણાવ્યું હતું કે, નરેશભાઇના માર્ગદર્શન હેઠળ યુવા ટીમ તૈયાર કરવામાં આવી છે. ખોડલધામને નવી ઊંચાઇઓ પર લઇ જઇશું. ખોડલધામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાતા પહેલો ફેઇસ પૂરો થયો છે. નરેશભાઇના માર્ગદર્શન હેઠળ તબક્કાવાર આગળના પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.....  
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Khodaldham president paresh gajeras 40th birthday
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended