Home »Saurashtra »Latest News »Rajkot City» Khodaldham Ground Report: 238 Beam And Three Level Of Temple

મહાઉત્સવ : કોઇને વ્યક્તિગત આમંત્રણ નહીં છતાં અહીં નોંધાશે વિશ્વ વિક્રમ

divyabhaskar.com | Jan 12, 2017, 10:59 AM IST

કાગવડ:17 થી  21મી જાન્યુઆરીના રોજ રાજકોટના કાગવડમાં ઇતિહાસ રચાવા જઇ રહ્યો છે. લેઉવા પટેલ સમાજના કુળદેવી ખોડિયાર માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પાંચ દિવસનો ભવ્ય મહોત્સવ યોજાશે. જેમાં 50 લાખથી વધારે લોકો જોડાય તેવો દાવો કરવામાં આવ્યો છે. નવાઇની વાત તો એ છે કે, આટલા મોટા કાર્યક્રમ માટે કોઇ પણ વ્યક્તિને વ્યક્તિગત આમંત્રણ આપવામાં આવ્યું નથી. તો આ કાર્યક્રમમાં એક સાથે રાષ્ટ્રગીત ગાવાનો વિશ્વ વિક્રમ પણ નોંધાશે. 238 સ્તંભ પર ઊભું થયું છે મંદિર. મંદિરમાં આવેલા જગતી, કણપીઠ અને મંડોવર લેવલ શું છે? આવો જાણીએ.
 
જગતી લેવલ
 
મંદિરની શરૂઆતમાં નીચેની કક્ષાએ એટલે કે જગતી લેવલે પટેલ સમાજના ઇતિહાસની કોતરણી કરવામાં આવી છે. જેમાં પટેલ સમાજની ઉત્પતિ અને હાલની પરિસ્થિતિ સહિતનો ઇતિહાસ કોતરણીમાં દર્શાવવામાં આવ્યો છે.
 
કણપીઠ લેવલ
 
મંદિરના 18 પગથિયાઓ ચઢ્યા બાદ કણપીઠ લેવલ પર મહાભારત, ભાગવત ગીતા, શિવપુરાણ અને કૃષ્ણ ચરિત્રને શિલ્પકામથી કંડારવામાં આવ્યા છે. જે જોઇને સૌ કોઇ આશ્ચર્યચકિત થઇ જાય છે.
 
મંડોવર
 
કણપીઠથી ઉપરની કક્ષાએ શિવ-પાર્વતી, વિષ્ણુ, બ્રહ્મા સહિતની અલગ અલગ મૂર્તિઓ રાખવામાં આવી છે. મંદિર પરિસરની પણ ડિઝાઇન એ પ્રકારની રાખવામાં આવી છે કે ગમે
તે ખૂણામાંથી પણ માતાજીની પ્રતિમાના દર્શન થઇ શકે છે.
 
આ છે પાંચ દિવસીય કાર્યક્રમ, રચાશે ઇતિહાસ
 
17 જાન્યુઆરી 2017
 
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાંથી ખોડિયાર માતાજીની મુખ્ય મૂર્તિ સહિત 21 મૂર્તિઓનું આગમન થશે. જેમાં રાજકોટથીમાં ખોડિયાર માતાજીની મૂર્તિને એક લાખથી વધારે લોકો વાજતે ગાજતે લઇ કાગવડ આવશે. આ શોભાયાત્રામાં 3000 મોટરકાર, 7000 બાઇક,  300 બસ અને અલગ અલગ 20 પ્રકારના ફ્લોટ સાથેની 30 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે. બાદમાં 18,19 અને 20 ત્રણ દિવસ ધાર્મિક વિધિ સાથે સામાજિક કાર્યક્રમો ચાલશે.
 
21 જાન્યુઆરી 2017ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા
 
21 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થશે અને લોકો માટે મંદિર ખુલ્લુ મુકવામાં આવશે. આ દિવસે લેઉવા પટેલ સમાજ વધુ એક વિશ્વ વિક્રમ પણ નોંધાવા જઇ રહ્યો છે. જેમાં એક સાથે લાખોની સંખ્યામાં ઉમટેલા લેઉવા પટેલ સમાજના લોકો રાષ્ટ્રગીતનું ગાન કરીને બાંગ્લાદેશનો રેકોર્ડ તોડશે. આ દિવસે કાગવડમાં 15 લાખથી વઘારે જનમેદની એકઠી થાય તેવા અંદાજો લગાડવામાં આવ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ મા ખોડલની મહાઆરતી પણ થશે. જેના માટે ખાસ કાશીથી બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા છે. માતા ગંગાની આરતી જેવી મહાઆરતી કરવામાં આવશે. ખોડલધામ રથ રાજકોટ સહિત કાઠિયાવડમાં ફરી રહ્યો છે. તેના કિલોમીટરનો વર્લ્ડ રેકોર્ડ નોંધવામાં આવશે.
 
આગળની સ્લાઇડ્સ ખોડલધામ મંદિરની આવી છે વિશેષતા.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: khodaldham ground report: 238 beam and three level of temple
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext