Home »Saurashtra »Latest News »Rajkot City» Khodaldham 1008 Kundi Yagna Make Unique Guinness Book Of World Record At This Place

અહીં થશે ખોડલધામનો 1008 કુંડી યજ્ઞ, નોંધાશે અનોખો વર્લ્ડ રેકોર્ડ

divyabhaskar.com | Jan 08, 2017, 10:51 AM IST

  • ખોડલધામ મદિર પરથી લેવાયેલી તસવીર: અહી યજ્ઞ યોજાશે
ખોડલધામ:સૌરાષ્ટ્રના નવનિર્મિત યાત્રાધામ એવા લેઉવા પાટીદારોના કુળદેવી મા ખોડલના ધામ એવા કાગવડ પાસે આવેલા ખોડલધામમાં તૈયારીઓ ચાલી રહી છે. ખોડલધામ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાશે જેમાં 1008 હવન થશે.  જ્ઞાતિ દ્વારા કરવામાં આવનાર 1008 હવન કુંડનો વર્લ્ડ રેકોર્ડ નોંધાશે. જેને લઈને તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. સમાજની બહેન દીકરીઓ રોજ હવન કુંડના નિર્માણમાં વ્યસ્ત રહે છે. 

યજ્ઞશાળાના સુશોભનમાં સમાજની બહેનો વ્યસ્ત

યજ્ઞશાળાના સુશોભન માટે જૂનાગઢ, અમરેલી જિલ્લા ઉપરાંત ગોંડલ, કાલાવડ અને રાજકોટ શહેરની બહેનો જહેમત ઊઠાવી રહી છે. હવનકુંડને યજ્ઞશાળાની ફરતે આસોપાલવ, તુલસી, જવેરા અને કેળનું વાવેતર કરવામાં આવ્યું છે. ઉપરાંત યજ્ઞશાળાને રંગોળીથી સજાવી દેવાતા કાઠિયાવાડી સંસ્કૃતિનું ચિત્ર ઉપસી આવ્યું છે. 1008 હવનમાં 900 કિલો ઘી સહિતની આહુતિની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવશે.

યજ્ઞ શાળાના નિર્માણ શાનો ઉપયોગ થયો 

યજ્ઞ શાળાના નિર્માણ માટે 50 ડમ્પરથી લીપણની માટી,  5 ટ્રેક્ટરથી છાણ, 200 ડમ્પરથી લાલમાટી-કાંપ, 1200 ટ્રેક્ટરથી ગોરમટું લાવવામાં આવી રહ્યું છે.  તો યજ્ઞ શાળાના નિર્માણ માટે 50,000 ઇંટનો ઉપયોગ અને 15000 બેલા વપરાયા છે.

સુશોભનમાં શું છે

યજ્ઞશાળામાં આસોપાલવ, તુલસી, જવારા અને કેળનું વાવેતર કરી સુશોભન કરવામાં આવ્યું છે. ઉપરાંત તમામ યજ્ઞકુંડ ફરતે અવનવી રંગોળી બનાવામાં આવી છે.

યજ્ઞ માટેની કિટ યજમાનોને પહોંચાડાઈ

ખોડલધામમાં આયોજિત યજ્ઞમાં તમામ યજમાનોને કિટ બનાવીને આપવામાં આવી છે. કિટ લઇને યજમાને આવવાનું છે. કિટમાં અબીલ-ગુલાલ, કંકુ, ચંદન સહિતની સામગ્રીનું પેકિંગ છે.

યજ્ઞશાળામાં પ્રવેશ સાથે ઓટોમેટિક પગ ધોવાશે

ખોડલધામખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં કૂંડી યજ્ઞશાળામાં યજમાન પ્રવેશ કરે તે સાથે ગોઠવાયેલી ઓટોમેટિક ફૂવારા સિસ્ટમથી તેમના પગ ધોવાઇ જશે.

તસવીરો: પ્રકાશ રાવરાણી, ખોડલધામ (રાજકોટ)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: khodaldham 1008 kundi yagna make unique guinness book of world record at this place
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext