Home »Saurashtra »Latest News »Rajkot City» Khodaladham Festival Dom For Meals Of 4 Million Feet And Cultural Program 1.5 Million Feet Ready

ખોડલધામમાં ભોજન માટે 4 લાખ, કાર્યક્રમ માટે 1.50 લાખ ફૂટનો ડોમ

Alpesh Ranpariya, Rajkot | Jan 11, 2017, 08:03 AM IST

  • ખોડલધામ મહોત્સવ માટે ડોમ તૈયાર કરવામાં આવ્યા છે
રાજકોટ: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રોજેકટ 17મી જાન્યુઆરીથી થી 20મી એમ ચાર દિવસ સુધી જયાં સાંસ્કૃતિક કાર્યક્રમો થવાના છે ત્યાં 1.50 લાખ (દોઢ લાખ ફૂટ)નો ભવ્ય ડોમ બનાવવામાં આવ્યો છે. આ ડોમમાં સાંસ્કૃતિક કાર્યક્રમો માટે 120 ફૂટ બાય 60 ફૂટનું ભવ્ય સ્ટેજ બનાવવામાં આવ્યું છે અને સ્ટેજ ઉપર ભવ્ય એલઇડી સ્ક્રીન જેની ઉપર મેપીંગ કરીને અલગ અલગ સ્ટેજની રચના કરવામાં આવી છે અને ઇન્ટેલિજન્ટસ લાઇટિંગ દ્વારા સ્ટેજનો ઝળહળાટ જોવા મળશે. તમામ લોકો જોઇ શકે તે રીતે એલઇડી સ્ક્રીન મૂકવામાં આવશે.
 
ધર્મસભા માટે પણ વિશાળ સ્ટેજ બનાવાશે
 
મહોત્સવમાં લાખો ભાવિકો જ્યા ભોજન પ્રસાદ લેવાના છે તે રસોડા વિભાગ માટે 4 લાખ ફૂટ (ચાર લાખ ફૂટ)નો મંડપ એરિયા બનાવવામાં આવી રહ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠાનો મુખ્ય દિવસ 21મી જાન્યુઆરીએ મહાધર્મસભા યોજાનાર છે. મહાધર્મસભામાં 120 બાય 60 ફૂટનું વિશાળ સ્ટેજ બનાવવામાં આવશે. આ સ્ટેજની વિશેષતા એ રહેશે કે તે પીલરલેસ સીલીંગ સાથેનું બનાવવામાં આવશે. આ સ્ટેજ ઉપર એલઇડી સ્ક્રીન મેપીંગ સાથેનું બેકડ્રોપ બનશે. મહાધર્મસભા માટે લાખો લોકો બેસી શકે તે માટે 24 લાખ ફૂટ (ચોવીસ લાખ ફૂટ) ભવ્ય જગ્યામાં ગ્રાઉન્ડ અને બેરીકેટ બનાવાયા છે જયારે આ વિશાળ જગ્યામાં બેસવા માટે જાજમ પાથરવામાં આવી છે.
 
આગળની સ્લાઈડ્સ તૈયારીઓની અન્ય તસવીરો (તસવીરો: પ્રકાશ રાવરાણી, ખોડલધામ -રાજકોટ)
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Khodaladham festival dom for meals of 4 million feet and cultural program 1.5 million feet ready
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended