Home »Saurashtra »Latest News »Rajkot City» Kasmir Speaker Meet In Rajkot And He Say Of Kasmir

જવાહરલાલ નહેરૂએ મનમાની ન કરી હોત તો કાશ્મીર સ્વર્ગ હોત: J&Kના સ્પીકર

divyabhaskar.com | Mar 20, 2017, 12:53 PM IST

  • કાશ્મિરના સ્પીકર કરવિંદર ગુપ્તા
રાજકોટ:બાન લેબના મૌલેશ ઉકાણી દ્વારા રાજકોટ નજીક ઇશ્વરિયા ગામે કૃષ્ણચરિત્ર કથા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગઇકાલે વિજય રૂપાણી, નિતીન પટેલ, વજુભાઇવાળા સહિતનાઓએ મુલાકાત લીધી હતી. ત્યારે જમ્મુ-કાશ્મીરના સ્પીકર કરવિંદર ગુપ્તા પણ આવ્યા હતા. તેણે જણાવ્યું હતું કે, ગુજરાતના સરદાર પટેલે તમામ રાજ્યોને એક કર્યા છે. કાશ્મીર મુદ્દે જવાહરલાલ નહેરૂએ મનમાની ન કરી હોત તો આજે મારૂ કાશ્મીર સ્વર્ગ બની ગયું હોત. 
 
પ્રધાનમંત્રી વિદેશોમાં ભારત માતા કી જયના નારા લગાવે ત્યારે ભારતવાસીઓને છાતી ગદગદ થઇ જાય છે
 
કરવિંદર ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યે પૂરા દેશ પર ઉપકાર કર્યો છે. ગુજરાતના સરદાર પટેલે દેશના તમામ રજવાડાને ભેગા કરી એક દેશ બનાવ્યો છે. પરંતુ કાશ્મીર મુદ્દે જવાહરલાલ નહેરૂએ મનમાની ન કરી હોત તો મારૂ કાશ્મીર આજે સ્વર્ગ હોત. ગુજરાત આખા વિશ્વને દિશા આપી રહ્યું છે. આપણા પ્રધાનમંત્રી વિદેશમાં જઇને ભારત માતા કી જય, વંદે માતરમના નારા લગાવે છે ત્યારે દરેક ભારવાસીઓની છાતી ગદગદ થઇ જાય છે.
 
વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો....  (તસવીરો: રવિ ગોંડલિયા, રાજકોટ)
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: kasmir speaker meet in rajkot and he say of kasmir
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended