Home »Saurashtra »Latest News »Rajkot City» Jetpur Natu Butani Present Police Station And Blamed On Hardik

હાર્દિકે કહ્યું'તું, સાલાને ખાધા-પીધા વગર માર મારો: નટુ બુટાણીનો આક્ષેપ

divyabhaskar.com | Mar 17, 2017, 16:17 PM IST

  • નટુ બુટાણી ગઇકાલે જેતપુર પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો અને પાસના આગેવાનોએ અપહરણ કર્યાની નોંધાવી ફરિયાદ
જેતપુર:જેતપુર ખાતે 21 ફેબ્રુઆરીએ દેવકી ગાલોળ જતાં હાર્દિક પટેલનો કાફલો રોકનાર જેતપુરના નટુ બુટાણીનું પાસના આગેવાનો અપહરણ કરી ગયા હોવાની નટુની પત્નીએ પોલીસને અરજી કર્યા બાદ અપહરણકારોના ચુંગાલમાથી છટકીને નટુએ જેતપુર આવી પાસના 4 આગેવાનો સામે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. તેણે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, મને ગોંડલના વાછરા ગામના મહેશ ખુંટની વાડીએ બાંધીને રાખવામાં આવ્યો હતો. તેણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, હાર્દિક એકવાર આવ્યો હતો અને કહ્યું હતું કે, સાલાને ખાધા-પીધા વગર માર મારો.  
 
દેવકી ગાલોળ ગામે ભોજલબાપાના દર્શને જતા હાર્દિકના કાફલાનો રોક્યો હતો
 
દેવકી ગાલોળ ગામે ભોજલરામબાપાના મંદિરે દર્શન માટે જતા હાર્દિક પટેલના કાફલાને જેતપુર શહેરના સરદાર ચોક ખાતે રોકનાર જેતપુરના યુવાન નટુ ગાંડુભાઈ બુટાણીની પત્ની સાહીસ્તાબેને પોતાના પતિનું પાસના આગેવાનો અપહરણ કરી ગયાની અરજી આપ્યા બાદ ગઇકાલે નટુ જેતપુર પોલીસ સ્ટેશન આવીને પોતાનુ પાસના આગેવાનો મહેશ ખુંટ, દિલીપ સાંબવા, બ્રિજેશ પટેલ , હેમાંગ પટેલ અને કેતન ઉર્ફે કાંધલ પટેલ અપહરણ કરી ગયા હતા અને ગોંડલના વાછરા ગામે મહેશ ખુંટની વાડીએ પોતાને બાંધીને રાખ્યો હતો. આજે પોતાને જમવાનુ આપવા આવનાર મહેશ ખુંટના માણસ સાથે પોતે ઝપાઝપી કરી અપહરણકારોના ચુંગાલમાંથી છૂટીને આવ્યો હોવાની જેતપુર પોલીસમાં પોતાનુ નિવેદન આપી પાસના પાંચેય આગેવાનો સામે અપહરણની ફરિયાદ કરી હતી. 
 
દરરોજ બે વ્યક્તિ જમવાનું આપવા આવતા હતા
 
નટુએ વધુમાં જણાવ્યું હતું કે, મહેશ ખુંટની વાડીએ હાથ-પગ બાંધીને રાખવામાં આવ્યો હતો. પાસના હેમાંગ પટેલ, બ્રિજેશ પટેલ, દિલિપ સાબવા, કેતન પટેલ વારંવાર આવતા હતા. આ દરમિયાન હાર્દિક પણ આવ્યો હતો. ત્યારે તેણે મને કહ્યું હતું કે, તું મને ઓળખશ. ત્યારે હું કંઇ નહીં બોલતા હાર્દિકે ઉપરોક્ત લોકોને સાલાને ખાવા-પિવાનું આપ્યા વગર માર મારો તેવું કહીને ત્યાંથી ચાલી ગયો હતો. રોજ બે વ્યકિત મને ખાવાનું આપવા હતા.
 
આગળની સ્લાઇડ્સ કોઇ પણની ખોટી રીતે ધરપકડ કરવામાં આવશે તો જેતપુર પોલીસ સ્ટેશન ટૂંકુ પડશે: બ્રિજેશ પટેલ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: jetpur natu butani present police station and blamed on hardik
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended