Home »Saurashtra »Latest News »Rajkot City» Jasdan Smashan Home Develop And Inside Photos

ગુજરાતના આ સ્મશાનમાં લોકો ફરવા પણ જાય છે, જુઓ શું છે ખાસ?

Dipak Raviya, Jasdan | Mar 11, 2017, 15:16 PM IST

  • જસદણનું મોક્ષધામ છે સ્વર્ગ સમાન
જસદણ:સામાન્ય રીતો લોકોના મનમાં સ્મશાન એટલે ભૂતોની નગરી તેવું માનવામાં આવે છે. આથી લોકો સ્માશાનમાં જવા ડરતા હોય છે. પરંતુ જસદણનું મોક્ષધામ સ્વર્ગ સમાન છે. જસદણના સ્મશાનનો અંદરનો નજારો અદભૂત છે. જસદણના લોકો માટે મોક્ષધામ ફરવાનું સ્થળ બની ગયું છે. સ્મશાનમાં વિવિધ પ્રકારની સુવિધાઓ છે. 
 
નાના બાળકોથી માંડી વડીલો વિવેકાનંદ મોક્ષધામમાં વનભોજન કરે છે
 
નાના-નાના બાળકોથી માંડી દરેક લોકો આ મોક્ષધામમાં વનભોજન તેમજ ફરવા માટે પણ આવે છે એવું આ જસદણનું સ્વામી વિવેકાનંદ મોક્ષધામ હાલ લોકો માટે સ્વર્ગ સમાન બની ગયું છે.
 
સ્વામી વિવેકાનંદ મોક્ષધામ સમિતિની સ્થાપના 2008માં થઇ હતી
 
આ મોક્ષધામનાં વિકાસની વાત કરીએ તો 2008માં જસદણનાં સેવાભાવી યુવાન જે.ડી.ઢોલરીયા તેમના સ્વજનની અંતિમક્રિયા માટે આવેલા અને તે દિવસે મોક્ષધામમાં પ્રાથમિક જરૂરીયાત જેમ કે લાકડા, છાણા, પાણી, લાઈટ જેવી કોઈ સુવિધા ન હતી. તેમજ ફક્ત 700 વાર જેટલી જ જગ્યાનો ઉપયોગ થઇ શકે તેવું હતું. જેથી મોક્ષધામની આવી અગવડતા જોઇને અંતિમક્રિયામાં આવેલા જે.ડી.ઢોલરીયા, ધીરુભાઈ લાધાભાઈ છાયાણી સહિત બે-ત્રણ મિત્રોને મહાદેવે પ્રેરણા આપી અને તે લોકોએ મોક્ષધામના વિકાસનું ભગીરથ કાર્ય શરુ કર્યું. તેમાં ધીરે-ધીરે સેવાભાવી લોકો જોડાતા ગયા અને આજે તે ત્રણ લોકોમાંથી ત્રીસ લોકોનું સેવા મંડળ બન્યું છે અને તેનું નામ “સ્વામી વિવેકાનંદ મોક્ષધામ સમિતિ” રાખવામાં આવ્યું છે. 
 
સ્વામી વિવેકાનંદ મોક્ષધામ સમિતિએ વિવિધ સુવિધાઓથી સજ્જ મોક્ષધામ બનાવી દીધું
 
આજે આ સેવા કાર્યને આંઠ વર્ષ જેટલો સમય થયો છે અને આ આઠ વર્ષમાં બે વર્ષ ચાલે તેટલા લાકડા, સ્નાન ઘાટ, છાપરી, ચબુતરો, આકર્ષક ગેઇટ, સ્વામી વિવેકાનંદની પ્રતિમા, મહાદેવની વિશાળ પ્રતિમા, પક્ષીઘર, પગીને રહેવા માટે રૂમ, ખરાબાની જમીનનાં લેવલ માટે આશરે સાત હજાર ફેરા માટીની ભરતી, રમણીય બગીચો તેમજ વિશાળ ગ્રાઉન્ડ સ્વામી વિવેકાનંદ મોક્ષધામ સમિતિ દ્વારા બનાવવામાં આવ્યું છે. જસદણનાં મહાન સંત શ્રી હરિરામ બાપાની પ્રેરણાથી 1/7/2015ના રોજ ભવ્ય પ્રાર્થના હોલનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું અને તેનું લોકાર્પણ પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
    
મોક્ષધામમાં 2200 જેટલા લીલાછમ વૃક્ષો, કબુતર, સસલા, પોપટ, બતક આકર્ષણનું કેન્દ્ર
 
આ અંગે સ્વામી વિવેકાનંદ મોક્ષધામ સમિતિનાં પ્રમુખ જે.ડી.ઢોલરીયાએ જણાવ્યું હતું કે, આ સેવા કાર્યની શરૂઆત કરાઈ તેના આઠ વર્ષ જેટલો સમય થયો છે અને હાલ આ મોક્ષધામનાં પટાંગણમાં 2200 જેટલા લીલાછમ વૃક્ષો ઉભા છે. આકર્ષક ગેઇટ બનાવવામાં આવ્યો છે અને 128 જેટલા કબુતર, 48 સસલા, 4 પોપટ, અને 2 બતકનું જતન કરવામાં આવી રહ્યું છે. દરેક વર્ષે અમારી સમિતિ દ્વારા વૃક્ષારોપણ કાર્ય કરવામાં આવે છે અને સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી પણ કરવામાં આવે છે. દર મહિનાની 28 તારીખે સંત શ્રી હરિરામ બાપાની રામધૂન બોલાવવામાં આવે છે અને વાર-તહેવારોમાં શહેરની મહિલા મંડળો દ્વારા અહી સત્સંગ-કીર્તન કરવામાં આવે છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આ મોક્ષધામની મુલાકાતે જસદણ શહેર અને પંથકની શાળાના બાળકો પણ આવે છે અને આખો દિવસ આનંદ માણે છે અને બાળકોમાં રહેલી અંધશ્રદ્ધા દૂર કરવામાં આવે છે. આવું ભગીરથ કાર્ય માત્ર જસદણ કે વિછીયા પંથકમાં જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતભરના દરેક ગામો અને શહેરોમાં કરવામાં આવે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી.    
 
વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો....(તસવીરો: દિપક રવિયા, જસદણ)
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: jasdan smashan home develop and inside photos
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended