Home »Saurashtra »Latest News »Rajkot City» International Kite Festival In Khanbhalida Cave On 13th January

આ છે 1800 વર્ષ જૂની ખંભાલીડાની ગુફા, 6 દેશના પતંગવીરો પેચ લડાવશે

divyabhaskar.com | Feb 16, 2017, 03:38 AM IST

રાજકોટ:ગુજરાત પ્રવાસન નિગમ અને જિલ્લા વહિવટી તંત્ર, રાજકોટ દ્વારા જેતપુર તાલુકાના ખંભાલીડા ખાતે 13મી જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો પ્રારંભ મંત્રી જયેશભાઇ રાદડિયા હસ્તે કરવામાં આવશે. આ પતંગોત્સવમાં 6 દેશના 22 પતંગવીરો, 4 રાજ્યોના 13 પતંગવીરો તથા ગુજરાતના પતંગવીરો આ પતંગોત્સવમાં જોડાશે. બેલ્જીયમના બે, ઇટાલીના ચાર, કોરિયાના છ, લિથુનિયાના ત્રણ, મકાઉના એક, મલેશિયાના પાંચ, નેધરલેન્ડના એક અને કેરલના પાંચ, મેસુરના બે, મુંબઇના બે, રાજસ્થાનના ચાર સહિત 35 પતંગવીરો પતંગોત્સવને માણશે. આ ગુફા 1800 વર્ષ કરતા પણ વધુ જૂની છે. 
 
ખંભાલિડાની બૌધ્ધ ગુફાઓ તેની બાહ્ય દિવાલો પરના શિલ્પાંકનને કારણે આગવું મહત્વ ધરાવે છે
 
સૌરાષ્ટ્રમાં આવેલ મહત્વના બૌધ્ધ કેન્દ્રોમાં જૂનાગઢ જિલ્લામાં આવેલ ગુફાઓ, બોરીયાનો ઇંટેરી સ્તૂપ, સાણાની ગુફાઓ વગેરેની સાથે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં આવેલ ખંભાલિડાની બૌધ્ધ ગુફાઓ તેની બાહ્ય દિવાલો પરના શિલ્પાંકનને કારણે આગવું મહત્વ ધરાવે છે. આ ગુફામાં બૌધ્ધ ધર્મના ચૈત્યગુહ(ઉપાસના સ્થળ) અને વિહાર(બૌધ્ધ ભિક્ષુ– ભિક્ષુણીઓ માટેના આવાસ) જોવા મળે છે. ગુજરાતના બૌધ્ધ શિલ્પ-સ્થાપત્યકીય કલા વારસામાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે. ખંભાલિડા ગુફા સમૂહના ઉત્તર-પૂર્વમાં વહેતા ઝરણા, પર્વતમાળા અને વનરાજીથી આચ્છાદિત સ્થળ હોય તેનો આધ્યાત્મિક હેતુ સાથેનો સબંધ ફળીભૂત કરે છે. ઉત્તર પૂર્વમાં કેટલીક ગુફાઓ કંડારેલી છે જેનો પ્રવેશભાગ ખડક ખંડોથી ઢંકાયેલો છે. ગુફા સમૂહની દ્વિતિય ગુફા તેના પ્રવેશભાગે કંડારાયેલ અદ્વિતિય શિલ્પકલાના કારણે ગુજરાતના બૌધ્ધ શિલ્પ-સ્થાપત્યકીય કલા વારસામાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે. 
 
ગુફામાં આવેલી કલાકૃતિઓ 
 
દક્ષિણ તરફની ગુફાના પ્રવેશ ઉપરના અલંકૃત પટ્ટોમાં ગવાક્ષમાં આસનસ્થ યુગલ, માનવાકૃતિઓ, ચૈત્યભાગ, પત્રભાત જોવા મળે છે. મધ્યના નાના પટ્ટોની ઉપર સ્તૂપ જોવા મળે છે. ગુફા સમૂહના સમયાંકન માટે મધ્યના ગુફા સમૂહના બહારના અંકન મહત્વના છે. બોધિસત્વોના મુકુટોની શૈલી, ધારણ કરેલ અંલકારો, યક્ષ પ્રતિમાઓના દેહાંકન, વાદકોના વસ્ત્રાલંકરણની શૈલી વગેરે મથુરાકલાની યાદ તાજી કરાવે છે. જે ગુજરાતના રાજકીય ઇતિહાસની દ્રષ્ટીએ ઇસુની શરૂઆતની સદીઓ એટલે કે ક્ષત્રકાલમાં આ ગુફાઓને મૂકવા પ્રેરે છે. આમ ખંભાલિડાનો ગુફા સમૂહ ક્ષત્રપ-મૈત્રકાલિન (ચોથા છઠ્ઠા સૈકા) ગુજરાતનાં બૌધ્ધ શિલ્પ-સ્થાપત્યકીય વારસાને પ્રતિબિંબીત કરતું મહત્વનું માનચિન્હ છે. જે 1972માં રક્ષિત સ્મારક તરીકે જાહેર થયું છે.

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો....(તસવીરો: પ્રકાશ રાવરાણી, રાજકોટ) 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: international kite festival in khanbhalida cave on 13th January
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext