Home »Saurashtra »Latest News »Rajkot City» Indias First Five Start Hotel On Railway Track Rajkotican Make Design For Gandhinagar Railway Station Project

રેલવે ટ્રેક પર દેશની પહેલી હોટલ, રાજકોટીયન કરશે મોદીનું સપનું સાકાર

Alpesh Ranpariya, Rajkot | Jan 07, 2017, 17:38 PM IST

  • ગાંધીનગરમાં રેલવે ટ્રેક પર 5 સ્ટાર હોટલ બનશે તેનો 3ડી પ્લાન
રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન રેલવે સ્ટેશન રિ ડેવલપમેન્ટ અંતર્ગત ગાંધીનગરનું રેલવે સ્ટેશન નવા રૂપરંગ સાથે સજાવવાના પ્રોજેકટની ડિઝાઇન રાજકોટના આર્કિટેકટ કમલેશ પારેખે તૈયાર કરી છે. કુલ 2500 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટમાં રેલ્વે સ્ટેશન તથા એર સ્પેસમાં 300 રૂમની 10 માળની પંચતારક (ફાઈવ સ્ટાર)હોટલનું નિર્માણ કરવામાં આવશે. 

પીએમના સપનાનો પ્રોજેક્ટની ડિઝાઈન કરવું સૌભાગ્ય

આર્કિટેક્ટ કમલેશભાઇ પારેખે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્નુ સાકાર કરવા માટેની ડિઝાઇન અમને તૈયાર કરવાની તક મળી તે અમારું સૌભાગ્ય છે. સમગ્ર દેશમાં આ પ્રકારનો પ્રોજેક્ટ પ્રથમ છે. રેલવે ટ્રેક ફાઇવ સ્ટાર હોટલ અને અન્ય અનેક સુવિધાઓ સાથેનો આ પ્રોજેક્ટ કદાચ વિશ્વમાં પ્રથમ હશે. આ રેલવે સ્ટેશન દેશ અને દુનિયામાં નમુનારૂપ બનશે. 9 જાન્યુ.ના વડાપ્રધાન આ પ્રોજેક્ટનું ખાતમુહુર્ત કરશે જે બે વર્ષના ટુંકા ગાળામાં પૂર્ણ કરી લોકાર્પણ કરવામાં આવશે. 

વિશ્વ કક્ષાની સુવિધાઓ હશે

રેલ્વે ટ્રેક પર 110 મીટરના સ્પેશ ફ્રેમ સ્ટ્રકચર પર વિશ્વ કક્ષાની તમામ સવલતો સાથેની 300 રૂમની હોટલ બનશે. સ્ટેશનને એરપોર્ટ કક્ષાની સવલતો ઉપલબ્ધ બનશે. 100 કારના પાર્કિંગ સાથેનું આ રેલ્વે સ્ટેશનના પ્રોજેક્ટની ડિઝાઇન બનાવતી વખતે દિવ્યાંગો સહિત દરકે લોકોની નાની નાની જરૂરીયાત ધ્યાનમાં રાખી છે. 

આગળની સ્લાઈડ્સ ગાંધીનગરમાં બનનાર રેલવે હોટલ પ્રોજેક્ટની અન્ય તસવીરો (તસવીરો: અલ્પેશ રાણપરિયા, રાજકોટ)
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: indias first five start hotel on railway track rajkotican make design for gandhinagar railway station project
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended