Home »Saurashtra »Latest News »Rajkot City» Gopal Namkeen Organised All Cast Group Marriage In Rajkot

રાજકોટ: ગોપાલ નમકીનના આંગણે 51 દીકરીઓના સમુહ લગ્ન, લાખોનો કરીયાવર

divyabhaskar.com | May 17, 2017, 14:46 PM IST

  • નવદંપતીને આશીર્વાદ આપતો ગોપાલ નમકીન પરિવાર
રાજકોટ: શહેરમાં આવેલી મેટોડા જીઆઈડીસી સ્થિત ગોપાલ નમકીનના પ્લોટ ખાતે જ આજે સર્વ જ્ઞાતિ લગ્ન સંપન્ન થયા હતા. બિપીન હદવાણી અને પ્રફુલ હદવાણીના સૌજન્યથી આ અનોખા સમુહ લગ્ન યોજાયા હતા. અહીં હિન્દુ સમાજની વિવિધ જ્ઞાતિની 51 દીકરીઓનો લાખોનો કરીયાવર ગોપાલ નમકીન પરિવાર દ્વારા આપવામાં આવ્યો હતો. 

સર્વ જ્ઞાતિની દીકરીઓના લગ્ન

દ્વારકાની શિવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત સર્વ જ્ઞાતિ સમુહ લગ્નમાં બ્રાહ્મણ, પટેલ, લોહાણા, હરીજન સહિતની જ્ઞાતિની 51 દીકરીઓએ ગોપાલ નમકીન પ્લોટ ખાતે પ્રભુતામાં પગલા પાડ્યા હતા. જેમાં દીકરીઓને પ્રફુલ હદવાણી અને બિપીન હદવાણીના સહયોગથી લાખોનો કરીયાવરના રૂપમાં ઘર જરૂરિયાતની વસ્તુઓ આપી હતી.
 
શું શું આપવામાં આવ્યું કરીયાવરમાં 

ટ્રસ્ટના પ્રમુખ ઉમેદગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, 51 સર્વ જ્ઞાતિની દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડતા પેટી પલંગ, સોનાની ચેઈન, ચાંદીનું મંગળસૂત્ર, કબાટ સહિતની ઘર ચલાવવા માટેની સામગ્રી દાતાના સહયોગથી આપવામાં આવી હતી.

કોણ રહ્યું હાજર

સમુહ લગ્નમાં દીકરીઓને આશીર્વાદ આપવામાં માટે રાજકોટ જિલ્લા પોલીસ વડા અંતરિપ સુદ, પોરબંદરના સાંસદ વિઠ્ઠલ રાદડિયા, રાજકોટ મેયર ડો. જૈમન ઉપાધ્યાય સહિતના મહાનુભવો હાજર રહ્યા હતા.

આગળની સ્લાઈડ્સ સર્વ જ્ઞાતિ સમુહ લગ્ન સંલગ્ન અન્ય તસવીરો (તસવીરો: રવિ ગોંડલિયા રાજકોટ)
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: gopal namkeen organised all cast group marriage in rajkot
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended