Home »Saurashtra »Latest News »Rajkot City» Four Time Rape On Teenager Girl And Police Arrested Accused

રાજકોટ: જંગલમાં 10 દિવસ સુધી ગોંધી તરૂણી પર દુષ્કર્મ કરનાર ઝડપાયો

divyabhaskar.com | May 19, 2017, 14:40 PM IST

  • જંગલમાં 10 દિવસ સુધી ગોંધી તરૂણી પર દુષ્કર્મ આચરનાર રિક્ષાચાલક ઝડપાયો
રાજકોટ:મૂળ ટંકારાના વતની અને રાજકોટના મોરબી રોડ પર ઝૂંપડામાં રહેતા શ્રમિક પરિવારની 14 વર્ષની પુત્રીને પિન્ટુ પપ્પુભાઇ વિકાણી નામનો રિક્ષાચાલક અપહરણ કરી ગયો હતો. અપહ્યત તરુણીને જૂનાગઢ નજીક જંગલમાં 10 દિવસ સુધી ગોંધી રાખીને દુષ્કર્મ કર્યું હતું. એક મહિલાની મદદથી પરિવાર પાસે પહોંચેલી તરુણીએ પરિવારને ઉપરોક્ત હકીકત જણાવ્યા બાદ રિક્ષાચાલક સામે અપહણ, દુષ્કર્મ અને પોક્સો સહિતની આકરી કલમ મુજબ ફરિયાદ નોંધાવી હતી. આજે પોલીસે આ રિક્ષાચાલકને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
  
17 એપ્રિલે રિક્ષાચાલકે અપહરણ કરી જૂનાગઢ નજીક જંગલમાં લઇ ગયો હતો
 
પીડીતાના પિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે ગીત સાંભળવા માટે સીમકાર્ડ વિનાનો મોબાઇલ રાખ્યો છે. ફોન ઘર નજીક પાનની દુકાને ચાર્જ કરવા મૂકે છે. 17 એપ્રિલે 14 વર્ષની પુત્રીને ચાર્જિંગમાં રાખેલો ફોન લેવા મોકલી હતી સાથે નાનો પુત્ર પણ ગયો હતો. થોડીવાર પછી પુત્ર ઘરે આવ્યો હતો અને બહેનને રિક્ષાવાળો લઇ ગયાની વાત કરી હતી. પિન્ટુ રિક્ષાવાળો ગાયબ હતો. પિન્ટુના વતન નસીતપર ગામે તપાસ કરતા ત્યાં પણ નહીં મળતા ટંકારા પોલીસમાં ફરિયાદ કરવા ગયા, પોલીસે રાજકોટ ફરિયાદ કરવાનું કહ્યું હતું. 
 
27 એપ્રિલે પુત્રી રડતા રડતા ઘરે પહોંચી
 
27 એપ્રિલે અપહ્યત પુત્રી રડતા રડતા ઘરે આવી હતી. પિન્ટુ તેને લગ્ન કરવાની લાલચ આપીને બસમાં જૂનાગઢ અને ત્યાંથી જંગલ જેવા વિસ્તારમાં લઇ ગયો હતો. ત્યાંથી ભાગીને જૂનાગઢ બસ સ્ટેન્ડમાં લઇ જઇ એક મહિલાની મદદથી રાજકોટ આવી હતી. પિન્ટુએ 4 વખત દુષ્કર્મ કર્યાનો આરોપ મૂકતા પોલીસે પિન્ટુને ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી. આજે પોલીસે તેને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.  
 
વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો....(તસવીરો: પ્રકાશ રાવરાણી, રાજકોટ)
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: four time rape on teenager girl and police arrested accused
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended