Home »Saurashtra »Latest News »Rajkot City» Four Person Attack On Mother In Law And Daughter In Law Near Rajkot

રાજકોટ: દિયર સહિત ચાર શખ્સોનો સગર્ભા ભાભી પર હુમલો, કસુવાવડ

divyabhaskar.com | Jan 09, 2017, 15:24 PM IST

  • રાજકોટ: દિયર સહિત ચાર શખ્સોનો સગર્ભા ભાભી પર હુમલો, કસુવાવડ,  rajkot city news in gujarati
રાજકોટ:રાજકોટના ત્રંબા ગામે દિયર સહિત ચાર શખ્સોએ સાસુ-વહુ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ગર્ભવતી વહુને પેટના ભાગે છરી વાગતા કસુવાવડ થઇ ગઇ હતી અને તેને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. 
 
ત્રણ માસનો હતો ગર્ભ
 
રાજકોટ તાલુકાના ત્રંબા ગામે રહેતા અને કેબલનો ધંધો કરતા નિલેશ બાવળિયાની પત્ની ધર્મિષ્ઠાને સારા દિવસો જઇ રહ્યાં હતા. ત્યારે પતિ સાથે જૂનું મનદુખ રાખનાર બાબુ બાવળીયા સહિતના ચાર શખ્સોએ દારુ પી તોફાન શરુ કર્યા હતા અને જૂની વાતો યાદ આવતા તે નિલેશના ઘરે પહોંચ્યા હતા. ત્યાં નિલેશના માતા કનુબેન  અને તેની પત્ની ધર્મિષ્ઠા મળતા ગાળો આપી માર માર્યો હતો અને ગર્ભવતી ધર્મિષ્ઠાના પેટના  ભાગે છરી મારી હતી
 
તબિયત નાજુક હોવાથી અમદાવાદ લઇ જવાયા
 
ત્રણ માસે કસુવાવડ થઇ જતા પરિણીતાની તબિયત વધુ લથડી હતી. તેને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવી છે. હાલ આજીડેમ પોલીસે જાનથી મારી નાખવાની ધમકી અને હુમલાની કલમ લગાવી આરોપીઓને ઝડપી લેવાની તપાસ હાથ ધરી છે.

તસવીર: પ્રકાશ રાવરાણી, રાજકોટ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: four person attack on mother in law and daughter in law near rajkot
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended