Home »Saurashtra »Latest News »Rajkot City» Firing On Trader House Entire Crime Caught In Cctv Rajkot

રાજકોટ: વેપારીના ઘર પર બે શખ્સનું ધડાધડ 8 રાઉન્ડ ફાયરિંગ CCTVમાં કેદ

divyabhaskar.com | Apr 22, 2017, 08:09 AM IST

  • બે શખ્સ આવીને આડેધડ ફાયરિંગ કરે છે
રાજકોટ: શહેરની સાધના સોસાયટીમાં વેપારીનું અપહરણ કરી તેના ઘર પર ફાયરિંગ આડેધડ ફાયરિંગના સીસીટીવી બહાર આવ્યા છે. જેમાં બે જણ કારની લાઈટો ચાલું રાખીને આડેધડ ઘર પર ફાયરિંગ કરી રહ્યા છે.  1.19 મિનિટમાં જ બે શખ્સ 8 રાઉન્ડ ફાયરિંગ કરે છે. એ દરમિયાન નીચે પડેલા ફૂટેલા કારતૂસને વીણી પણ લે છે. આ સમગ્ર ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થયો છે.
 
પોલીસે આગ્રાથી પકડ્યા 3 આરોપી

વેપારીનું અપહરણ અને તેના ઘર પર ફાયરિંગ કરવાના બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે દોલતસિંહ, અંકિત સીયા અને યોગરાજ તલાટીયા નામના 3 આરોપીની ધરપકડ કરી હતી. બાતમીના આધારે પોલીસે ઉત્તર પ્રદેશના આગ્રા ખાતેથી આરોપીઓને ને ઝડપી પાડ્યા હતાં. પોલીસે પહેલા પણ આ બનાવમાં બે આરોપીની ધરપકડ કરી હતી. અપહરણ અને બનાવમાં હજુ પણ એક આરોપી ફરાર છે.

આગળની સ્લાઈડ્સ વેપારીના ઘર પર બે શખ્સ દ્વારા આડેધડ ફાયરિંગની અન્ય તસવીરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: firing on trader house entire crime caught in cctv rajkot
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended