Home »Saurashtra »Latest News »Rajkot City» Ex Mp And Gujarat Gau Seva Aayog President Vallabh Kathiriya Blood Donate 125th Times

આ ગુજરાતી નેતાનું 125મી વખત રકતદાન, જાણો આ કેમ્પ પાછળની કહાની

Himanshu Purohit, Gondal | May 18, 2017, 20:44 PM IST

  • વલ્લભ કથીરિયાએ રીબડામાં રક્તદાન કર્યું હતું
ગોંડલ: પૂર્વ સાંસદ અને ગુજરાત ગૌસેવા આયોગના અધ્યક્ષ વલ્લભ કથીરિયાએ આજે 125મી વખત રક્તદાન કરીને નવો ઇતિહાસ રચ્યો છે. 125મી વખત રક્તદાન કરી આ રક્તદાનની સિધ્ધિ તેમના માતાપિતાને અર્પણ કરી હતી. રાજકોટ-ગોંડલ રોડ પર સ્કોડાના શો-રૂમ ખાતે રીબડાના માજી સરપંચ જગતસિંહ જાડેજા દ્વારા તેમના ભાઈની પૂણ્યતિથિ પર 32મા મહા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું.  જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાએ રક્તદાન કરીને સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પાડ્યું હતું.  

રક્તદાનથી અનેક જિંદગીઓ બચી શકે છે: કથીરિયા

વલ્લભ કથીરિયાએ જણાવ્યું હતું કે, રક્તદાન કરવાથી કોઈ આડઅસર થતી નથી, જેથી નિયમિત દરેક લોકોએ રક્તદાન કરવું જોઈએ. રક્તદાન થકી અનેક મહામૂલી જિંદગીઓ બચી શકે તેમ છે. સાથોસાથ રક્તદાન કેમ્પનું આયોજન કરતાં આયોજકોની કામગીરીને પણ બિરદાવી હતી 
 
31 વાર રક્તદાન કેમ્પ સુધી 85668 યુનિટ રક્ત એકત્ર થયું છે

કેમ્પમાં એકત્રિત રક્તની થેલેસેમિયા, ડાયાલિસીસ ઉપરાંત જરૂરીયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે આપવામાં આવ્યું હતું. જેમાં અત્યાર સુધીમાં 85668 યુનિટથી વધુ રક્ત એકત્રિત થયાનો રેકોર્ડ છે. આજે પણ મોટી પ્રમાણમાં રક્ત એકત્ર થયું હોવાનું અનુમાન લગાઈ રહ્યું છે.

માર્ગ અકસ્માતમાં થયું હતું આયોજકના ભાઈનું નિધન

સામાન્ય રીતે સ્વજનની સ્મૃતિમાં પરિવાજનો દ્વારા કોઇને કોઇ ભભકા કરતા હોય છે, પરંતુ જગતસિંહ જાડેજાએ સમાજને રાહ ચીંધનારી પહેલ કરી સ્વર્ગીય ભાઈની પૂણ્યતિથિએ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. 2001માં રામદેવસિહજી જાડેજાનું અકસ્માતે નિધન થયું ત્યારથી રક્તદાન કેમ્પ યોજવામાં આવી રહ્યો છે. કેમ્પમાં રક્તદાતાઓને સન્માન પત્ર, ભેટ-સોગાદ, લોહી ગૃપ કાર્ડ, ચા નાસ્તો અને ભોજનની સુવિધા આપવામાં આવી હતી.

વર્ષમાં બે વાર ભાઈની યાદમાં રક્તદાન કેમ્પ

 જગતસિંહ જાડેજાએ હજારથી વધુ થેલેસેમિયા પીડિતોને દત્તક લીધા છે. ઉપરાંત ડાયાલિસીસનાં દર્દીઓને પણ વિનામૂલ્યે રક્ત અને બોન્ડની સેવા આપે છે.તેમણે જણાવ્યું હતું કે, લોહીની એક બુંદ પણ એક જિંદગી બક્ષે છે એ વિચારે વડીલબંધુની યાદ ચિરંજીવ બની રહે તેવા હેતુથી વર્ષમાં બે વાર અને પૂણ્યતિથિ નિમિત્તે રકતદાન કેમ્પનું આયોજન કરાય છે. રકતદાન કેમ્પમાં રાજકોટ ગોંડલ, કોટડા, ધોળકા પંથકનાં અનેક રક્તદાતાઓ સ્વયંભુ ઉમટી પડે છે. કેમ્પમાં સિવિલ હોસ્પિટલ સર્કલ, રાજકોટ ગોંડલની બ્લડ બેન્કો સેવા આપે છે.

આગળની સ્લાઈડ્સ રક્તદાન કેમ્પની અન્ય તસવીરો (તસવીરો: દેવાંગ ભોજાણી, ગોંડલ)
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ex mp and gujarat gau seva aayog president vallabh kathiriya blood donate 125th times
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended