Home »Saurashtra »Latest News »Rajkot City» Doctor Second Marriage Without Divorce And His Wife Police Complain At Rajkot

રાજકોટ: છૂટાછેડા વગર ડોક્ટરે કર્યા બીજા લગ્ન, ઓસ્ટ્રેલિયન પત્નીની ફરિયાદ

divyabhaskar.com | Jan 11, 2017, 16:19 PM IST

  • છૂટાછેડા વગર બીજા લગ્ન કરનાર ડોક્ટર
રાજકોટ:શહેરના નામાંકિત ડોક્ટરે છૂટાછેડા લીધા વગર ઓસ્ટ્રેલિયામાં રહેતી ભારતીય યુવતી સાથે બીજા લગ્ન કરી લીધા હતા. ડોક્ટરના લગ્ન થઇ ગયા હોવા છતાં પોતાની સાથે લગ્ન કરી લીધાનું જાણવા મળતા ઓસ્ટ્રેલિયન પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ઓસ્ટ્રેલિયન પત્નીએ પોતાના પતિ, સાસુ, સસરા અને નણંદ વિરૂધ્ધ ફરિયાદ નોંધવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 
 
ઓસ્ટ્રેલિયામાં રહેતી ભારતીય યુવતી સાથે લગ્ન કર્યા, શારીરિક-માનસિક ત્રાસ ગુજારાતો
 
શહેરના ડો. ફોરમ વિઠ્ઠલાણી સામે ઓસ્ટ્રેલિયન પત્ની ડિમ્પલ અઢીયાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેણે પતિ ફોરમ, સસરા તુલસીભાઇ, સાસુ લતાબેન, ઓસ્ટ્રેલિયા રહેતી નણંદ અને તેના પતિ સામે શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસ તપાસ કરવા કાર્યવાહી હાથ ધરી છે. 
 
વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: doctor second marriage without divorce and his wife police complain at rajkot
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext