Home »Saurashtra »Latest News »Rajkot City» Div Wine And Beer Party Rakot Sp Suspended 13 Policeman

દીવ દારૂ મહેફિલ કાંડ, રાજકોટ SPએ 13 પોલીસકર્મીને કર્યા સસ્પેન્ડ

Balram Karia, Rajkot | Apr 21, 2017, 19:28 PM IST

  • પોલીસ કર્મીઓ તાલીમ દરમિયાન દીવ પહોંચી દારૂની પાર્ટી માણી હતી
રાજકોટ: રાજકોટ રૂરલ પોલીસના એમ.ટી. વિભાગમાં ડ્રાઇવિંગની તાલીમ લઇ રહેલા 12 તાલીમાર્થી જવાનો અને ઇન્સ્ટ્રક્ટર કોઇની મંજૂરી કે જાણ કર્યા વિના સરકારી વાન લઇને દીવ પહોંચી ગયા હતા. ગુરુવારે દીવમાં બીચ સામે બારની બહાર પાર્ક કરેલી પોલીસવાનમાં જ દારૂ અને બીયરની મહેફિલ માણી રહેલા જવાનોનો વીડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થતાં પોલીસબેડામાં ચકચાર મચી ગઇ હતી. જેને એસપીએ લઈને તપાસના આદેશ આપ્યા હતા. ડીવાયએસપીએ તપાસમાં ગેરરીતિ ખૂલતાં એસપીને 13 પોલીસકર્મીને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો.

પ્રાથમિક તપાસમાં ગેરરીતિ ખુલતા સસ્પેન્ડ કર્યા : અંતરિપ સુદ 

દીવમાં રાજકોટ રૂરલની એમ.ટી.વિભાગની પોલીસ વાનમાં દારૂ અને બીયરની મહેફિલ માણી રહેલા જવાનોનો વીડિયો વાયરલ થયો હતો. જેની તપાસ મહિલા ડીવાય.એસ.પી.ને તપાસ સોંપવામાં આવી છે. કુલ 14 તાલીમાર્થી પૈકી 12 તાલીમાર્થી અને ઇન્સ્ટ્રક્ટર કોઇની મંજૂરી કે જાણ કર્યા વિના સરકારી વાન લઇને દીવ ગયાની ગેરરીતિ પ્રાથમિક તપાસમાં જ બહાર આવી હોવાથી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. હજી ઇન્કવાયરી ચાલુ છે. 

દીવમાં પોલીસની દારૂ-બીયરની પાર્ટીને લઈને અપાઈ હતી 

દીવમાં મહેફિલના બનાવને પગલે પોલીસની બદનામી થઈ હતી. પોલીસનું નાક બોળાવતી આ ઘટના અંગે જિલ્લા પોલીસવડાએ મહિલા ડીવાયએસપી શૃતિ મહેતાને ઇન્કવાયરી સોંપવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જ ગેરરીતિ જણાઇ આવતાં જિલ્લા પોલીસવડા અંતરિપ સુદે ઇન્સ્ટ્રક્ટર સહિત 13 તાલીમાર્થીને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. એક સાથે 13 જવાન સસ્પેન્ડ કરાતાં પોલીસબેડામાં સોંપો પડી ગયો છે.

વીંછિયાના પીએસઆઈની તપાસ ગોંડલ ડીવાયએસપી કરી રહ્યા છે

 આ સાથે ખંઢેરી સ્ટેડિયમમાં તમાશો કરી પોલીસને ક્ષોભજનક સ્થિતિમાં મુકી દેનાર વિંછિયાના ફોજદાર રોહડિયા સામે પણ ગોંડલ ડીવાયએસપીને ઇન્કવાયરી સોંપવામાં આવી છે, તેની સામે પણ આકરા પગલાં તોળાઇ રહ્યાના નિર્દેશ મળી રહ્યા છે.    

આગળની સ્લાઈડ્સ સસ્પેન્ડ કરાયેલા તાલીમાર્થી જવાનોના નામ
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Div wine and beer party rakot sp suspended 13 policeman
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended