Home »Saurashtra »Latest News »Rajkot City» Disable Kite Festival In Rajkot On 15th January At Racecourse Ground Rajkot

રાજકોટ: 15મીએ પતંગોત્સવ, દિવ્યાંગો પતંગ ઉડાડી સર્જશે વર્લ્ડ રેકોર્ડ

Jignesh Vaid, Rajkot | Jan 10, 2017, 16:50 PM IST

રાજકોટ:  રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે 15મી જાન્યુઆરીએ  દિવ્યાંગો માટે પણ પતંગોત્સવનું આયોજન કરાયું છે.  રેસકોર્સના મેદાનમાં સૌરાષ્ટ્રભરના 5000થી વધુ દિવ્યાંગો એકીસાથે પતંગ ઉડાડી વર્લ્ડ રેકર્ડ રચશે. આ જાહેરાત રાજકોટ કલેક્ટર ડો.વિક્રાંત પાંડેએ પત્રકાર પરિષદમાં કરી હતી. તેમણે ઉમેર્યુ હતું કે સુરક્ષા સેતુ હેઠળ રાજકોટના રેસકોર્સના મેદાનમાં દિવ્યાંગો માટે પતંગોત્સવનું આયોજન કરાયું છે. જેમાં આઇ.જી. અને જિલ્લા પોલીસ વડાના સહકારથી આટલું મોટુ આયોજન કરાયું છે.

પતંગોત્સવ સફળ કરવા 54થી વધુ એનજીઓ કાર્યરત

 આ પતંગોત્સવને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્રની 54થી વધુ એનજીઓ કાર્યરત છે અને અત્યાર સુધીમાં 3440 દિવ્યાંગોનું રજિસ્ટ્રેશન પણ થઇ ચુક્યું છે. આ પતંગોત્સવના કાર્યક્રમમાં આંતર રાષ્ટ્રિય પતંગવીરો સામેથી ભાગ લેવા ઉત્સાહ દેખાડ્યો છે અને તેઓ પણ દિવ્યાંગોના પતંગોત્સવમાં ભાગ લઇ તેમને પતંગ ચગાવવામાં અને પેચ લડાવવામાં મદદરૂપ થશે.
 
બહારથી ભાગ લેનારને રહેવા, જમવાની સુવિધા

 મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પ્રવાસન મંત્રી જયેશભાઇ રાદડિયા અને મંત્રી આત્મારામ પરમારની ઉપસ્થિતિમાં યોજનારા આ કાર્યક્રમ સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાતા પતંગોત્સવ કરતા પણ વધુ ભવ્ય બનાવવા વહીવટી તંત્રે કમરકસી છે. જેમાં બહારગામથી આવતા દિવ્યાંગોને રોકાવવાની, જમવાની અને લાવવા-મુકવા જવાની સુવિધા મળી રહે અને કોઇ મુશ્કેલી ન થાય તે માટે તંત્રે પ્રયાસ કર્યો છે. આ પતંગોત્સવમાં દિવ્યાંગોને પતંગ ચગાવવામાં મદદ કરવા સામાન્ય લોકોને ઓપન ઇન્વીટેશન આપી તંત્ર દ્વારા અપીલ કરાઇ છે.
 
 આગળની સ્લાઈડ્સ કેવી રીતે થયું આટલું મોટુ આયોજન...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: disable kite festival in rajkot on 15th January at racecourse ground rajkot
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext