Home »Saurashtra »Latest News »Rajkot City» Dhoraji Bandh For Dirty Road In City

ધોરાજી: ધૂળીયા રોડને લઈને બંધનું એલાન, શહેરીજનોએ કાઢી બાઈક રેલી

Bharat Bagda, Dhoraji | May 18, 2017, 14:52 PM IST

  • ધોરાજીમાં લોકોએ સ્વંભૂ વેપાર-ધંધા બંધ રાખ્યા
ધોરાજી: ધોરાજીમાં રોડ રસ્તાની કામગીરી મામલે ધોરાજી વકીલ મંડળ લડત સમિતિ દ્વારા ધોરાજી બંધું એલાન આપવામાં આવ્યું હતું. જેને ધોરાજીનાં વેપારી મંડળો ટેકો જાહેર કર્યો છે.  સવારે જ મોટી સંખ્યામાં શહેરીજનો સ્વંયભૂ ઉમટી પડ્યા હતા અને તંત્ર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. રેલી સ્વરૂપે શહેરીજનોએ વિરોધ કર્યો હતો. ત્યારબાદ સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. બંધના એલાનને પગલે વ્યાપાર ધંધા બંધ રહ્યા હતા. પોલીસ તંત્રએ કાયદો વ્યવસ્થા જળવવા માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

વકીલ મંડળ લડત સમિતિએ આપ્યું છે બંધનું એલાન

ધોરાજી વકીલ મંડળ લડત સમિતિના ચંદુભાઇ પટેલે જણાવ્યું હતું કે, ધોરાજીના નગરજનો છેલ્લા વર્ષથી ભૂગર્ભ ગટર યોજનાથી બિસ્માર ધુળીયા રસ્તાઓ ગંદકી કચરાના ઢગલા વગેરેના પ્રશ્ને થાકી ગઇ છે. અનેક આંદોલનો થયા પણ તંત્ર સામે પ્રજાએ ભારે જન આક્રોશ ઠાલવ્યા બાદ પણ ખોટા કેસ કરી દેવામાં આવ્યા હતા. બાદમાં વકીલ મંડળ પ્રજાની વ્હારે આવતા શહેરના પ્રબુધ્ધ નાગરીકો, વેપારીઓ, ડોક્ટરો, વકીલો સામાજીક સંસ્થાના વડાઓની બેઠક બોલાવી હતી. આજે તંત્રને ઢંઢોળવવા માટે રોડ, રસ્તાના અને ભ્રષ્ટ્રાચાર સામે પગલાં ભરવાં નગરજનોનાં પ્રશ્રો હલ કરવા માટે ધોરાજી બંધનું એલાન આપવામાં આવ્યું છે.

બંધના એલાનમાં વિવિધ સંગઠનો જોડાયા

 ધોરાજીના વિવિધ વેપારી સંગઠનોને મળેલ હતા જેમાં ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ, સોની બજાર એસો., કાપડ બજાર એસો., રેડીમેડઇ કાપડ, એસો. વકીલ મંડળ મેડીકલ એસો., ઇલેકટ્રીક મરચન્ટ એસો. સામાજીક સંસ્થાઓ વગેરે શહેરના મોટાભાગના એસોસિએશને ધોરાજીની પ્રજાના હિતમાં આપવામાં આવેલા બંધના એલાનને ટેકો આપી જોડાયા હતા. 

આગળની સ્લાઈડ્સ ધોરાજી બંધના એલાન અને રેલીની અન્ય તસવીરો (તસવીરો: ભરત બગડા, ધોરાજી)
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: dhoraji bandh for dirty road in city
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended