Home »Saurashtra »Latest News »Rajkot City» Dhansukh Bhanderi Slip Of Tongue Say Good Days For Sonia Gandhi Born New Baby

રાજકોટઃ 'સોનિયાના સારા દિવસો સાથે ભાણીયો આવે,' બીજેપી નેતાનો ભાંગરો

divyabhaskar.com | Jan 07, 2017, 15:08 PM IST

  • જસદણમાં ધનસુખ ભંડેરીએ ભાંગરો વાટતા રાજકોટમાં કોંગ્રેસે મેયરની ગાડીની નંબર પ્લેટ તોડી
રાજકોટ: જસદણના રોડ-રસ્તાના ખાતમુહૂર્તના કાર્યક્રમમાં વક્તવ્ય આપવા ઉભા થયેલા ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ભંડેરીએ ભાંગરો વાટ્યો હતો. તેણે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં તેની જીભ લપસી હતી અને બોલ્યા હતા કે, હવે તો ગાંધી પરિવારમાં દમ નથી. સોનિયાના સારા દિવસો સાથે ભાણીયો આવે તો કામ થાય. તે પ્રિયંકાના બદલે સોનિયાનું નામ બોલાય જતા ઉપસ્થિત સૌ કોઇ ચોંકી ઉઠ્યા હતા. જેને લઇને આજે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. 
 
આજે રાજકોટમાં કોંગ્રેસ કરશે વિરોધ, મેયરની ગાડીની નંબર પ્લેટ તોડી
 
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ આજે ત્રિકોણ બાગ ખાતે વિરોધ કરનાર આ અંગે વિરોધ કરનાર છે. જેમાં આવા અશ્લીલ શબ્દો બદલ ભાજપને જડબાતોડ જવાબ આપવાનું નક્કી કર્યું છે. વોર્ડ પ્રમુખથી લઇ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ સહિતના લોકો એકઠા થશે. આજે ધનસુખ ભંડેરીના કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરો ઉમટી પડ્યા હતા અને ભાજપના કાર્યકરોની ગાડીની નંબર પ્લેટ તોડી હતી. જેમાં મેયની ગાડીની પણ નંબરપ્લેટ તોડી હતી.  
 
વિરોધ કરતા કોંગ્રેસના 25 કાર્યકરોની અટકાયત 
 
ભંડેરીએ કરેલી અભદ્ર ટીપ્પણીને લઇને આજે રાજકોટ કોંગ્રેસ દ્વારા ત્રિકોણ બાગ ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો. કાર્યકરોએ ભંડેરી વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કરી તેના પૂતળાનું દહન કર્યું હતું. બનાવને લઇને પોલીસ દોડી ગઇ હતી અને કોંગ્રેસના 25 કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. 
 
જસદણમાં શું હતો કાર્યક્રમ 

જસદણ શહેરના મોટા ભાગના રોડ અને રસ્તાઓ બિસમાર બની ગયા હતા અને તેની મરામત માટે વારંવાર લોકોમાંથી માગણી ઊઠતી હતી. જેના અનુસંધાને રૂ. 4.62 કરોડના ખર્ચે નવા રસ્તા બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે આગેવાનો નોટબંધીનો જશ ખાટવાનું ચૂક્યા હતા. નવા રોડ અને રસ્તા બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, સાંસદ કુંડારિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખિયા, ભુપતભાઈ ડાભી, જિલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઇ મેતા સહિતનાઓ હાજર રહ્યા હતા.
 
ધનસુખ ભંડેરીએ કોંગ્રેસ પર કર્યા હતા પ્રહારો 
 
આ અવસરે ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે, તાજેતરની ચૂંટણીમાં નોટબંધીની સફળ અસરો દેખાય છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓએ તેમના શાસનમાં જે મોટામોટા બણગાં ફૂંક્યા હતા. તેઓ અત્યારે ક્યાંય દેખાતા નથી. ચૂંટણીમાં નોટબંધીથી ફાયદો થયાનું રટણ કર્યું હતું. 

વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો...(તસવીરો: દિપક રવિયા, જસદણ) 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: dhansukh bhanderi Slip of tongue say good days for sonia gandhi born new baby
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext