Home »Saurashtra »Latest News »Rajkot City» Devotee Flow For Khodaldham Darshan On Holi And Dhuleti Festival

હોળીની રજામાં ખોડલધામ ભક્તોથી ઉભરાયું, 6 લાખ લોકોએ કર્યા દર્શન

divyabhaskar.com | Mar 15, 2017, 08:00 AM IST

  • ખોડલધામ ખાતે મા ખોડલના દર્શને ઉમટેલા ભક્તો
રાજકોટ: ખોડલધામ મંદિરની તાજેતરમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. હોળી-ધૂળેટીની રજા પર અહીં ભક્તોનું ઘોડાપૂર રહ્યું હતું. બે દિવસમાં 6 લાખથી વધુ લોકોએ માતાજીની દર્શનનો લાહ્વો લીધો હતો. મંદિર પરિસર ભક્તોથી હર્યુભર્યું રહ્યું હતું. 

મોટી સંખ્યામાં ભાવિકો આવશે તેનો ખોડલધામ ટ્રસ્ટને પહેલાથી જ હતો અંદાજ

ખોડલધામના ટ્રસ્ટી જણાવ્યું હતું કે, જાહેર રજા કે પછી રવિવાર અને બુધવારે હજારોની સંખ્યામાં ભાવિકો દર્શને આવતાં હોય છે. જેને લઈને અમને હોળી અને ધૂળેટી પર મોટી સંખ્યામાં ભાવિકો આવશે તેનો અંદાજો હતી. તેથી પહેલેથી જ સ્વંયસેવકોની ટીમ ખડેપગે રાખી હતી. 

ગોંડલ અને જૂનાગઢ તાલુકાના સ્વંયસેવકો રહ્યા ખડેપગે

માતાજીના દર્શને આવતાં દર્શનાર્થીઓની સેવા કરવા માટે ગોંડલ અને જૂનાગઢ તાલુકાના સ્વંયસેવકોએ સેવા કરી હતી. હોળી કે ધૂળેટીનો તહેવાર ઉજવવાને બદલે સ્વંયસેવકો ખોડલધામમાં સેવાકાર્યોમાં લાગી ગયા હતા. 

પૂનમે દર્શનનું મહત્વ

ખોડલધામની પ્રાણપ્રતિષ્ઠા બાદ અહીં દર પૂનમે માતાજીના દર્શન કરવા આવતાં શ્રદ્ધાળુઓ માટે અનેરૂ મહત્વ છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાંથી હોળી પર ત્રણ લાખ અને ધૂળેટીએ 3 લાખથી વધુ એટલે 6 લાખથી વધારે લોકોએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો. 

તહેવારોમાં માતાજીને વિશેષ શ્રૃંગાર

હોળી-ધૂળેટી પર માતાજીની મૂર્તિને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. માતાજીના વિશેષ શણગારના લાખો લોકોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

વીઆઈપી રસ્તો ખુલ્લો કરવો પડ્યો
 
અહીં ત્રણેય પાર્કિંગ ફૂલ થઈ જતાં આસપાસના વિસ્તારોમાં પાર્કિંગ કરાવવા ટ્રસ્ટને ફરજ પડી હતી. મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતાં ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. જેને લઈને નેશનલ હાઈવેથી લઈને કાગવડ ગામ થઈને ખોડલધામ સુધી વાહનોની કતાર લાગી હતી. જેને લઈને ટોલનાકા પાસેનો ગણેશ મંદિર થઈને ખોડલધામ મંદિર સુધીનો વીઆઈપી રસ્તો ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો. 
 
આગળની સ્લાઈડ્સ ખોડલધામ ખાતે હોળીના તહેવાર પર ભક્તોની ભીડ, ટ્રાફિકજામ અને પાર્કિંગની અન્ય તસવીરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: devotee flow for khodaldham darshan on holi and dhuleti festival
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended