Home »Saurashtra »Latest News »Rajkot City» Daughter Marriage Invitation With Sparrow Nest And Tree Plant In Dhoraji

દીકરીના લગ્નના આમંત્રણમાં છલકાયો પ્રકૃતિપ્રેમ, છોડ-ચકલીના માળા મોકલ્યા

Bharat Bagda, Dhoraji | May 18, 2017, 21:42 PM IST

  • દીકરીના લગ્ન માટે ચકલીના માળા અને છોડવા સાથે કંકોત્રી
ધોરાજી: ધોરાજીનાં નાની પરબડી ગામનાં વતની વાગડીયા પરીવારે પોતાની લાડકવાયી દીકરીનાં લગ્ન પ્રસંગે  સગાં સબંધી અને સ્નેહીજનોને આમંત્રણમાં છોડ અને ચકલી માળો આપીને સમાજને પર્યાવરણ જાગૃતિ લાવવાનો નવો રાહ બતાવ્યો છે અને પોતાનો પ્રકૃત્તિ પ્રેમ વ્યક્ત કર્યો હતો.

ઔષધી અને લૂપ્ત થતી ચકલી બચાવવા પ્રયાસરૂપે વિતરણ

નાની પરબડીના લેઉવા પટેલ સમાજના ઉદ્યોગપતિ કિશોરભાઈ વાગડીયાની લાડકવાયી પુત્રી રેમીકાના લગ્ન જૂનાગઢનાં ધીરૂભાઇ વજૂભાઈનાં પુત્ર ધવલ સાથે થવાના છે. જેને લઈને 21 મેએ ધોરાજી ખાતે લગ્ન રાખવામાં આવ્યા છે જેને લઈને સગાં સબંધી અને સ્નેહીજનોને આમંત્રણમાં વૃક્ષનો છોડ અને ચકલી માળો આપીને પર્યાવરણમાં લોક જાગૃતિ લાવવા માટે સગાં સબંધી અને સ્નેહીજનો યાદગીરીરૂપે વૃક્ષારોપણ કરે અને તેનો ઉછેર કરે તે માટે જુદી જુદી ઔષધીઓનાં છોડ તથા લૂપ્ત થતી ચકલી બચાવવા માટે ચકલીના માળામાં કંકોત્રી બનાવીને તેનું વિતરણ કરાયું હતું.
 
શું કહે છે દીકરીના પિતા
 
દલસૂખ ભાઈ વાગડીયાએ જણાવ્યું હતું કે, વૃક્ષો વધુ વાવો, પર્યાવરણ બચાવોનાં સૂત્રને સાર્થક કરવા માટે દીકરી રેમીકાનાં લગ્નપ્રસગે સગાં સબંધી અને સ્નેહીજનોને આમંત્રણમાં વૃક્ષનો છોડ અને ચકલી માળો આપી પર્યાવરણને બચાવવાનો સંદેશો અપાયો છે. 

આગળની સ્લાઈડ્સ દીકરીના લગ્નની કંકોત્રી સાથે પરિજનોની અન્ય તસવીરો (તસવીરો: ભરત બગડા, ધોરાજી)
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: daughter marriage invitation with sparrow nest and tree plant in dhoraji
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended