Home »Saurashtra »Latest News »Rajkot City» CID Raid On Sale Duplicate Mobile Accessories Business Man At Rajkot

રાજકોટ: આઇફોનની નકલી એસેસરીઝના વેપારીને ત્યાં CID રેડ, લાખોનો માલ જપ્ત

divyabhaskar.com | Mar 18, 2017, 22:32 PM IST

  • રાજકોટમાં બે મોબાઇલની દુકાનમાં સીઆઇડીના દરોડા
રાજકોટ:ગાંધીનગરની સીઆઇડી ટીમે રાજકોટમાં મોબાઇલના વેપારીઓ પર દરોડા પાડ્યા છે. જેમાં પંચનાથ મંદિર પાસે આવેલી બે દુકાનમાંથી મોટા પ્રમાણમાં મોંઘાદાટ આઇફોન મોબાઇલ અને નકલી એસસરીઝ વેચાતા હોવાનું જાણવા મળ્યું હતું. દરોડા દરમિયાન લાખોનો માલ જપ્ત થયો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. હાલ હજુ ગણતરી અને તપાસ ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક તપસામાં 20 લાખથી વધુનો નકલી માલ જપ્ત કરવામાં આવ્યો છે. 
 
સાંઇનાથ અને જય ટેલિકોમ હોસલેસ રિટેલ માલ વેચતા
 
રાજકોટના પંચનાથ મંદિર પાસે આવેલા સાંઈનાથ મોબાઈલ અને જય ટેલિકોમમાં CIDના દરોડા પડ્યા હતા. આ બન્ને શો રૂમ જેવી દુકાનમાં તમામ પ્રકારના મોબાઇલ અને તેને લગતી તમામ એસસરિઝ વેચાય રહી છે. પરંતુ પ્રતિષ્ઠિત અને મોંઘી એસેસરીઝ આવતી હોય તેવી કંપનીના માલનું ડુપ્લીકેટ વેચાણ કરી મોટા ભાવ પડાવાતા હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
 
એ ડિવીઝન પોલીસમાં ફરિયાદની તજવીજ
 
ગાંધીનગરથી આવેલી સીઆઇડીની ટીમ હાલ તપાસ કરી રહી છે. તપાસ પૂર્ણ થયે જાહેર કરશે કે કેટલા લાખનો માલ જપ્ત કર્યો છે. બન્ને વેપારીઓ વિરુધ્ધ એ ડિવીઝન પોલીસમાં ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તેવુ સીઆઇડીના અધિકારીઓએ જણાવ્યું હતું.
 
વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો..........
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: CID raid on sale duplicate mobile accessories business man at rajkot
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended