Home »Saurashtra »Latest News »Rajkot City» Carbide Used For Mango Ripping In Rajkot Health Department Destroyed

રાજકોટ: કાર્બાઈડ નાંખતા જ પાણી ઉકળવા લાગ્યું, કેરી-ચીકુ એનાથી પકવતા

divyabhaskar.com | Apr 22, 2017, 09:23 AM IST

  • કેરી અને ચીકુ પકવવા માટે વેપારીઓ કાર્બાઈડનો ઉપયોગ કરતાં હતા
રાજકોટ:શહેરમાં આરોગ્યની ટીમે કેરી અને ચીકૂના વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતાં. ગઈકાલે દરોડામાં કૃત્રિમ રીતે કેરી પકવતા હોવાનું બહાર આવ્યું હતું અને કેરી પકવવામાં ચાઇનીઝ રાઇવરની પડીકીનો ઉપયોગ હતો. આજની રેડમાં પણ આવી જ અકૃદરતી રીતે કેરી અને ચીકુને કાર્બાઈડ અને ચાઈનીઝ રાઈવરથી પકવવામાં આવતા હતા. કેરી પકવવા માટે વપરાતાં કાર્બાઈટને પાણી ભરેલી ડોલમાં નાંખવામાં આવતાં તે ઉકળવા લાગ્યું હતું. આવી કેમિકલથી પકડવેલી કેરી ખાવાથી કેન્સર જેવી ભયાનક બીમારી થઈ શકે છે.

પાંચ સ્થળે આરોગ્યના દરોડા

શહેરના પરાબજારમાં આવેલી લાખારાજ શાકમાર્કેટમાં આરોગ્ય શાખાએ પાંચ વેપારીને ત્યાં દરોડા પાડ્યા હતા. તેમના ત્યાંથી 600 કિલો કેરી, 300 કિલો ચીકુ અને 8 કિલો કેલ્શિયમ કાર્બાઈડનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ જથ્થો રસિક મકવાણા, જગદીશ રામાનુજ, લાલજી વસોયા, લાખા ભરવાડ અને રસિક કાલાવાડીયાના ત્યાંથી  ઝડપાયો હતો.
 
ગઈકાલના દરોડામાં કેરી ચાઈનીઝ રાઈવરથી પકવવામાં આવતી હતી

આવી કેરી ખાવાથી મોંઢામાં ચાંદા પડે અને અન્ય પેટ સંબંધિત બીમારીઓ થવાની શક્યતા રહે છે.ચાઈનીઝ રાઈવરથી પકવેલી અંદાજે 1400 કિલો કેરીનો નાશ કરી 9600 રાઇવરની પડીકી પકડાવામાં આવી હતી. ચાઈનીઝ રાઈવરથી પકડવામાં આવેલી કેરી ખાવાથી શું થાય છે એ અંગે મનપાના નાયબ આરોગ્ય અધિકારી પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આવી કેરી પાણીમાં ધોયા વગર ખાવાથી મોંઢામાં અને જીભ પર ચાંદા પડવાની શક્યતા રહે છે. તેમજ આંતરડામાં સોજા થવાનો ભય રહે છે. લાંબા ગાળે કીડની પર અસર થવાની શક્યતા રહે છે.

આગળની સ્લાઈડ્સ આરોગ્ય શાખાએ પાડેલી રેડની અન્ય તસવીરો (તસવીરો: રવિ ગોંડલિયા, મોરબી)
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Carbide used for mango ripping in rajkot health department destroyed
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended