Home »Saurashtra »Latest News »Rajkot City» Bridge Competition Of Deaf And Dumb Girls In Rajkot

રાજકોટની અનોખી દુલ્હનો, લગ્ન નથી કરી રહી, આ કારણે સજ્યો છે શણગાર

divyabhaskar.com | Jan 08, 2017, 14:39 PM IST

  • વિરાણી બહેરા મૂંગા ટ્રસ્ટ દ્રારા દુલ્હન સ્પર્ધા યોજાઈ હતી
રાજકોટ:શહેરમાં એક સાથે સંખ્યાબંધ યુવતીઓ દુલ્હનના શણગાર સજેલી જોવા મળી હતી. એની પાછળનું કારણ હતું મૂક બધિરોમાં રહેલી આંતરિક પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવાનું. આવા ઉમદા હેતુથી શહેરની વિરાણી બહેરા-મૂંગા શાળા ટ્રસ્ટ દ્વારા દુલ્હન સજાવટ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. 

દુલ્હન સ્પર્ધામાં 15થી વધારે મૂક બધિર યુવતીઓએ ભાગ લીધો

હરીફાઇમાં 15થી વધુ મૂક બધિર યુવતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધા અંતર્ગત દુલ્હન સજાવટ ઉપરાંત બૌધ્ધિક, ચિત્ર, મહેંદી, કેશ ગૂંથણ, બ્યુટી કોન્ટેસ્ટની હરીફાઇ પણ જુદા જુદા સમયે યોજાઇ હતી. 

વિવિધ પરંપરા અને ધર્મ અનુસાર બની હતી દુલ્હન

ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. ત્યારે દેશમાં લગ્નના પ્રસંગોમાં પણ વિવિધતા જોવા મળે છે. દેશમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી સહિતના ધર્મનો લગ્નની અલગ અલગ પધ્ધતિઓ છે. તેમાં પણ પાછી વિવિધતા જોવા મળે છે. એ જ રીતે ધર્મની માફક પ્રદેશવાર પણ વિવિધતા જોવા મળે છે. આ સ્પર્ધામાં ગુજરાતી, મરાઠી, મદ્રાસી સહિતની સ્ટાઈલમાં દુલ્હન તૈયાર થઈ હતી.

શણગાર માટે આવી હતી સ્પેશિયલ બ્યુટિશિયન

દુલ્હન સ્પર્ધામાં ભાગ લેનાર મૂક બધિર યુવતીઓને તૈયાર કરવા માટે શહેરની જાણીતી બ્યુટિશિયન હાજર રહી હતી. દરેક સ્પર્ધકને એક બ્યુટિશિયને સેવા આપી હતી અને તૈયાર કરી હતી. દુલ્હનના નિખાર મેળવવામાં તેમનો ખુબ જ અગત્યનો ફાળો રહ્યો હતો.

મૂક-બધિર યુવતીઓની દુલ્હન સજાવટ સ્પર્ધાની અન્ય તસવીરો (તસવીરો: રવિ ગોંડલિયા, રાજકોટ)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: bridge competition of deaf and dumb girls in rajkot
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext