Home »Saurashtra »Latest News »Rajkot City» Both Terrorist Brother Present In Rajkot Court And Prison Handover

રાજકોટ: આતંકી ભાઇઓને કોર્ટમાં રજૂ કરાયા બાદ જેલમાં મોકલી દેવાયા

divyabhaskar.com | Mar 20, 2017, 17:06 PM IST

  • બન્ને આતંકી ભાઇઓને જેલ હવાલે કરવાનો કોર્ટનો આદેશ
રાજકોટ:રાજકોટ અને ભાવનગરમાંથી ઝડપાયેલા બંને આતંકી ભાઇઓના આજે 10 દિવસના રિમાન્ડ પૂરા થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. 12 દિવસના રિમાન્ડ પૂરા થયા બાદ વધુ 10 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા. આજે 10 દિવસના રિમાન્ડ પૂરા થતા ફરી બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે વધુ રિમાન્ડ નહીં આપતા બંનેને જેલ હવાલે કર્યા છે. બંને ભાઇઓને રાજકોટની સેન્ટ્રલ જેલમાં ધકેલવામાં આવ્યા છે. 
 
ATSએ શું કહ્યું?
 
બંને ભાઇઓને કોર્ટમાં રજૂ કરાયા બાદ એટીએસના ડીવાયએસપી આર.ડી. ફળદુએ જણાવ્યું હતું કે, બંને ભાઇઓના રિમાન્ડ પૂરા થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે જિલ્લા જેલમાં રાખવાનો આદેશ કર્યો છે.  બન્ને આતંકીઓને ખાસ બેરેકમાં રાખવામાં આવશે.
 
બંને ભાઇઓના સંપર્કો સીરિયા સુધી ફેલાયેલા હોવાનો ઘટસ્ફોટ 
 
રાજકોટ અને ભાવનગરમાંથી પકડાયેલા આઈએસઆઈએસના બે આતંકવાદી તેવા સગાં ભાઇ વસીમ આરીફભાઇ રામોડિયા અને નઈમ આરીફભાઇ રામોડિયાના સંપર્કો સીરિયા સુધી ફેલાયેલા હોવાનો ઘટસ્ફોટ એટીએસની તપાસમાં થયો હતો. જેથી કેસની તપાસ હવે ગુજરાત કે અન્ય રાજ્યો પૂરતી મર્યાદિત નહીં રહીને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પહોંચી છે. જેથી કેસની તપાસ એનઆઈએ ને સોંપવામાં આવે તેવી માંગણી એટીએસ દ્વારા કરવામાં આવી છે. જે માટે એટીએસએ ગુજરાત સરકારના ગૃહ વિભાગને પત્ર લખીને તપાસ એનઆઈને સોંપવામાં આવે તેવી માંગણી કરી છે. એટીએસના પત્રની હાલમાં ગૃહ વિભાગ દ્વારા વિચારણા ચાલી રહી છે. પરંતુ ટૂંક સમયમાં કેસની તપાસ એનઆઈએને સોંપી દેવાશે તેવું ગૃહ વિભાગના વર્તુળોમાંથી જાણવા મળ્યું છે. 
 
28 ફેબ્રુઆરીએ કરી હતી ધરપકડ
 
ચોટીલા ચામુંડા મંદિર સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં લોન વૂલ્ફ એટેક કરવાની યોજના બનાવી રહેલા આઈએસઆઈએસના બે આતંકવાદી વસીમ અને નઈમની એટીએસએ 28 ફેબ્રુઆરીએ ધરપકડ કરી હતી. બંને ભાઇઓ પાસેથી બોંબ બનાવવાની સામગ્રી, બોંબ બનાવવાનું સાહિત્ય, મોબાઈલ ફોન સહિતની સામગ્રી મળી આવી હતી. એટીએસએ બંને ભાઇઓના મોબાઈલ ફોનની તપાસ કરતા બંનેભાઇઓ ઉત્તર પ્રદેશ, દિલ્હી અને મહારાષ્ટ્રના આઈએસઆઈએસના કેટલાક હેન્ડલરના સંપર્કમાં હતા. તે હેન્ડલરો સાથે બંને ભાઇઓએ ટેલિફોનિક વાતચીત તેમજ મેસેજની આપ-લે કરી હતી. 
 
બંને લોન વૂલ્ફ એટેક કરવાની તાલીમ લેવા સીરિયા જવાના હતા
 
જેમાં બંને ભાઇઓએ લોન વૂલ્ફ એટેક કરવાની તાલીમ લેવા માટે સીરિયા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી એટીએસને નઈમ અને વસીમ સાથે સંપર્ક ધરાવતા દિલ્હી, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના હેન્ડલરોના મેસેજ અને સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઉપર તેમના સ્ટેટ્સ ચેક કરતા તેઓ સીરિયા ખાતેના આઈએસઆઈએસના લીડરના સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું હતું.
 
વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: both terrorist brother present in rajkot court and Prison Handover
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended