Home »Saurashtra »Latest News »Rajkot City» Born Child With Aadharcard And First Time Execution In Rajkot Into India

બાળકના જન્મ સાથે આધારકાર્ડ, દેશમાં સૌપ્રથમ રાજકોટમાં અમલ

Jignesh Vaid, Rajkot | Jan 11, 2017, 18:28 PM IST

  • રાજકોટ કલેક્ટર ડો.વિક્રાંત પાંડે
રાજકોટ:નવતર પ્રકારની કામગીરી કરવા માટે અને રેકર્ડ સર્જવા માટે જાણિતા રાજકોટ કલેક્ટર ડો.વિક્રાંત પાંડે દ્વારા વધુ એક નવો પ્રયોગ કરાયો છે. જેમાં રાજકોટ શહેર-જિલ્લાની સરકારી હોસ્પીટલમાં જન્મેલા બાળકોના જન્મ સાથે જ આધારકાર્ડ નીકળી જાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દેશમાં સૌપ્રથમ રાજકોટમાં જ અમલ કરવામાં આવ્યો છે. 
 
તાજા જન્મેલા બાળકોના કારણે તેના પરિવારને કોઇ સહાય મેળવવામાં મુશ્કેલી ન થાય તેવો હેતુ 
 
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.વિક્રાંત પાંડેએ માહિતી આપતા જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓમાં આધારકાર્ડનું લીન્ક અપ ફરજીયાત કરાયું છે. ત્યારે સરકારી યોજનાનો લાભ લેવા માટે પણ આધારકાર્ડ જરૂરી છે. તેથી તાજા જન્મેલા બાળકોના કારણે તેના પરિવારને કોઇ સહાય મેળવવામાં મુશ્કેલી ન થાય તે હેતુથી સિવિલ હોસ્પીટલ અને ઝનાના હોસ્પીટલમાં જન્મેલા બાળકોના તુરંત આધારકાર્ડ નિકળી જાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવાનું આયોજન કરાયું છે. આ માટેના હુકમો થઇ ગયા છે અને એકાદ સપ્તાહમાં વ્યવસ્થા ગોઠવાઇ જશે.
 
તાજા જન્મેલા બાળકોના ફિંગરપ્રિન્ટ લેવાની જરૂર રહેશે નહીં: કલેક્ટર
 
તાજા જન્મેલા બાળકોના ફિંગરપ્રિન્ટ લેવાની જરૂર નથી. પરંતુ તેમના માતા-પિતાના નામ-સરનામા અને તાજા જન્મેલા બાળકના ફોટા લેવાશે અને સ્થળ પર જ આધારકાર્ડ કાઢી અપાશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને રેલવે તથા બસના પ્રવાસમાં લાભાર્થીને કોઇ મુશ્કેલી ન થાય તે માટે આ નિર્ણય લેવાયો છે. સમગ્ર દેશમાં રાજકોટમાં આ પ્રકારનો પ્રથમ પ્રયોગ થઇ રહ્યો છે.
 
આગળની સ્લાઇડ્સ આવા કિસ્સામાં બાળકના ફિંગરપ્રિન્ટ કે આઇ મેચ નહીં થતા હોય તો તેવા કિસ્સામાં બાળકના આધારકાર્ડને માતા અથવા પિતાના આધારકાર્ડ સાથે લીન્ક અપ કરાશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: born child with aadharcard and first time execution in rajkot into India
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended