Home »Saurashtra »Latest News »Rajkot City» Bhagavat Saptah Of Rameshbhai Oza In Rajkot And This Is Kitchen

રાજકોટ: ભાઇજીની કથાનું રસોડું, હાથથી 10 મિનિટમાં બને છે 700 રોટલી

divyabhaskar.com | May 19, 2017, 18:34 PM IST

  • રમેશભાઇની કથાનું આ છે રસોડું, 10 મિનિટમાં હાથથી વણેલી 700થી વધુ રોટલી બને છે
રાજકોટ:રાજકોટમાં પંચનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામનાર હોસ્પિટલના લાભાર્થે ગુરુવારે રેસકોર્સ મેદાન પંચનાથધામ ખાતે રમેશભાઇ ઓઝા (પૂજ્ય ભાઇજી)ના વ્યાસાસને ભાગવત સપ્તાહનો ઉમંગભેર ભક્તિસભર વાતાવરણમાં પ્રારંભ થયો હતો. કથાના રસોડામાં વિવિધ સુવિધાઓ ભાવિકોને મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 10 મિનિટમાં 700થી વધુ રોટલી બની રહી છે. કથામાં દરરોજ 25 હજાર ભાવિકો પ્રસાદ લઇ શકશે.   
ભોજન માટે 22 ટન લાકડા, 215 કિલો ચોખ્ખું ઘી, 6 હજાર ટન ઘઉંનો લોટ 
 
કથા દરમિયાન રસોડામાં ભોજન માટે 22 ટન લાકડા, 215 કિલો ચોખ્ખું ઘી, 6 હજાર ટન ઘઉંના લોટની વ્યવસ્થા કરવામાં આવી છે. રસોડાની કામગીરી માટે 35 જેટલી કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીમાં 200 જેટલી મહિલાઓ પણ સેવા આપી રહી છે. 22 કાઉન્ટરો છે અને 600 જેટલા સ્વયંસેવકો છે. એક કલાકમાં 10 હજાર માણસ જમી શકે તેવું આયોજન કરાયું છે. 5000 લિટર સરબત અને ભરવાડ સમાજ દ્વારા 15000 લિટર રોજ ઠંડી છાસનું વિતરણ કરવામાં આવે છે. કથા દરમિયાન દરરોજ 25 હજાર ભાવિકો પ્રસાદ ગ્રહણ કરશે. 
 
1 લાખ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે મંડપ
 
કથાનો મંડપ 1 લાખ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે. જેમાં એકસાથે 25 હજાર જેટલા લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઇ છે. પ્રવેશદ્વાર માટે બંગાળી કારીગરની મદદ લેવામાં આવી હતી. ઉનાળાની ગરમીને ધ્યાને લઇ મંડપમાં ખાસ કુલર અને સ્પ્રિન્કલરની સુવિધાઓ રાખવામાં આવી છે. તેમજ 6 જેટલી એલઇડી સ્ક્રિન પણ મુકવામાં આવી છે. 
 
વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: bhagavat saptah of rameshbhai oza in rajkot and this is kitchen
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended