Home »Saurashtra »Latest News »Rajkot City» Auto Driver Honesty Purse Back With Jewelery To Owner In Rajkot

રાજકોટ: રીક્ષાચાલકે 50 હજાર રોકડા અને 11 તોલાના દાગીના માલિકને પરત કર્યા

divyabhaskar.com | May 16, 2017, 14:57 PM IST

  • જગદીશભાઈના સંબંધીને પર્સ પરત કરતાં રીક્ષાચાલક અલ્લારખ્ખાભાઈ
રાજકોટ:રાજકોટ રંગીલું શહેર છે અને રાજકોટમાં આજે પણ ઈમાનદારીની જ્યોત ઝગમગી રહી છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં શહેરના છેવાડાના વિસ્તારમાં નાનકડા ક્વાર્ટરમાં રહેતા એક સામાન્ય રીક્ષાચાલકે અસામાન્ય કામ કર્યું હોવાનું સામે આવ્યું છે. આ રીક્ષા ચાલકે પોતાના મુસાફરનું બે દિવસ પહેલા રીક્ષામાં જ ભુલાઇ ગયેલું અને 11 તોલાના દાગીના તેમજ 50 હજારથી વધુ રોકડ ભરેલું બેગ પરત આપીને ઈમાનદારીનું અદભુત ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
 
લગ્ન પ્રસંગે સુરેન્દ્રનગરની વ્યક્તિ આવી અને માધાપર ચોકડીથી નાગેશ્વર જતાં પર્સ ભૂલી ગયા હતા

સુરેન્દ્રનગરના પ્રતિક પ્લાઝામાં રહેતા જગદીશભાઈ કનૈયાલાલ લાંઘણોજાએ પર્સ પરત મળ્યું તે  અંગે જણાવ્યું હતું કે, તેઓ શનિવારે લગ્ન પ્રસંગ હોવાથી રાજકોટ આવ્યા હતા અને માધાપર ચોકડીથી નાગેશ્વર જવા માટે એક રીક્ષામાં બેઠા હતા. પરંતુ રીક્ષામાંથી ઉતરતી વખતે પોતાનું 11 તોલા સોનાના દાગીના અને 50-60 હજારની રોકડ જેવી માતબર રકમ ભરેલું પર્સ ભૂલી ગયા હતા. તેમજ આ અંગે તેઓએ તુરત જ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
 
રીક્ષાચાલકનો નંબર મળ્યો અને પર્સ માલિક સંપર્ક કર્યો

બીજા દિવસે મે રીક્ષાચાલક અંગે તપાસ કરતા રીક્ષાચાલક અલ્લારખ્ખાભાઈના નંબર મળતા તેઓને ફોન કરી માધાપર ચોકડીએ અલ્લારખ્ખાભાઈને મળ્યા હતા. ત્યારે ઈમાનદારીની મિસાલ સમા અલ્લારખ્ખાભાઈએ મારી સાથે પર્સ અંગે જરૂરી ખાતરી કર્યા બાદ મને પોતાને ઘરે લઇ ગયા હતા., અને તરત જ પર્સ જેમ હતું તેવી જ હાલતમાં તમામ રકમ અને દાગીના સાથે પરત કર્યું હતું. એટલું જ નહીં મે તેઓને પર્સમાંથી જેટલી જોઈએ તેટલી રકમ લઇ લેવાની છૂટ આપવા છતાં તેઓએ એક રૂપિયો પણ લીધો ન હતો. જો કે મે તેમની દીકરીના હાથમાં આગ્રહપૂર્વક 2500 રૂપિયા આપ્યા હતા.
 
આગળની સ્લાઈડ્સ ત્રણ-ચાર ફેરા કર્યા તોય કોઈના ધ્યાનમાં ન આવ્યું...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: auto driver honesty purse back with jewelery to owner in rajkot
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended