Home »Saurashtra »Latest News »Rajkot City» Astrologer Of Rajkot Black Mailing With Cd Woman File Fir Against Him In Woman Police Station

રાજકોટ: જ્યોતિષે પરિણીતા પર આચર્યુ દુષ્કર્મ, મહિલાએ રજૂ કર્યું રેકોર્ડિંગ

divaybhaskar.com | Mar 15, 2017, 14:41 PM IST

રાજકોટ:  શહેરના જ્યોતિષે વિધિ કરવાના બહાને મહિલા સાથે દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. શહેરના પોશ વિસ્તાર પંચશીલ પાર્કમાં રહેતા જ્યોતિષ શાસ્ત્રી અનંતપ્રસાદ ભટ્ટ સામે મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. બે વખત લગ્ન કરી છૂટાછેડા લેનાર મહિલાએ ફરિયાદમાં લખાવ્યું છે કે, મને રાજસ્થાન લઇ જઇ અડપલાં કર્યા તેનું રેકોર્ડિગ પણ મેં કરી લીધું છે.

શું કહ્યું છે મહિલાએ ફરિયાદમાં?

મોનાલી (નામ બદલેલ છે)એ ફરિયાદમાં જણાવ્યું છે કે, 2005માં પ્રથમ લગ્ન કર્યા હતા. જે લગ્ન દરમિયાન એક પુત્રનો જન્મ થયો હતો પરંતુ તેમાં મનમેળ ન આવતા બીજા લગ્ન કર્યા હતા, પરંતુ તેમાં પણ મનમેળ ન આવતા બીજી વખત છુટ્ટા છેડા લીધા હતા અને પુત્રને લઇ માતાના ઘરે રહેવા જતી રહી હતી. બે વખત માનસિક રીતે ભાંગી પડેલી મોનાલી અંતે જ્યોતિષના શરણે પહોંચી હતી. આઠ વર્ષ પહેલાના પાડોશી એવા જ્યોતિષનું કામ કરતાં અનંતપ્રસાદના સંપર્કમાં  મોટી ઉંમરના હોવાથી મોનાલીએ તેને મન ખોલી બધી વાત કરી હતી.

વિધિના નામે રાજસ્થાન લઇ ગયા હતા

વિધિ કરવી પડશે તેમ કહી મોનાલીને જ્યોતિષ રાજસ્થાન લઇ ગયા હતા અને મોનાલીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ત્યાં ધર્મશાળામાં બે રૂમ રાખ્યાં હતા અેકમાં જ્યોતિષ અને એકમાં હું હતી. એક વખત સવારમાં મને જ્યોતિષના રૂમમાં બોલાવી અને તેના ચેલાએ કહ્યું કે બાળકને હું સાચવીશ. વિધિ કરવા બાજુના રૂમમાં ગઇ તો મારી સાથે અડપલાં કરવાનું શરૂ કર્યુ હતું અને કહ્યું કે જો કંઇ કહીશ તો બાળકને મારી નાખીશ, અંતે મારે તાબે થવુ પડ્યું હતું.

આગળની સ્લાઈડ્સ સામ સામા આક્ષેપો, શું કહે છે પોલીસ
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: astrologer of rajkot black mailing with cd woman file fir against him in woman police station
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended