Home »Saurashtra »Latest News »Rajkot City» Agriculture Fair In Gondal Of Rajkot And Morbi District

વર્ષ 2013 સુધીના પેન્ડિંગ કૃષિ વીજ જોડાણ 2017 સુધીમાં પૂર્ણ કરાશે: CM

Himanshu Purohit, Gondal | May 19, 2017, 17:15 PM IST

  • ગોંડલમાં કૃષિ મહોત્સવમાં વિજય રૂપાણી
ગોંડલ:ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલા રાજકોટ-મોરબી જિલ્લાના સંયુક્ત કૃષિ મહોત્સવનો રૂપાણીના હસ્તે પ્રારંભ થયો હતો. આ પ્રસંગે ખેડૂતોને સંબોધતા રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યભરના ખેડૂતો માટે રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે સવા લાખ કૃષિ વીજ જોડાણો મંજૂર કરવાની દિશામાં કાર્ય કરી રહી છે. વર્ષ 2013 સુધીના તમામ પેન્ડિંગ વીજ જોડાણ 2017ના અંત સુધીમાં પૂર્ણ કરી દેવા અધિકારીઓને સ્થળ પર જ સૂચના આપી હતી.
 
ખેડૂતોને સવલતો આપવામાં રાજ્ય સરકાર કોઇ કચાશ રાખશે નહીં
 
વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોના હિતને પ્રાધાન્ય આપવા સાથે વીજળી, પાણી, બજાર, પાકવીમો અને ટેકાના ભાવે ખરીદી બાબતે રાજ્ય સરકારે લીધેલા પગલાની અને ખેડૂતોને સવલતો આપવામાં રાજ્ય સરકાર કોઇ કચાશ રાખશે નહીં. ખેડૂતોની સમૃદ્ધિ થકી જ રાજ્યની સમૃદ્ધિ સાધી શકાશે એવો આશાવાદ વ્યક્ત કરતાં રૂપાણીએ પાણીના દુકાળને ભૂતકાળ બનાવવા માટેની સરકારની કાર્યશૈલીની વિસ્તારપૂર્વક રજૂઆત કરી હતી. 
 
રૂપાણીએ ગૌ પૂજન કર્યું
 
રૂપાણીએ ગોંડલ નગરપાલિકા દ્વારા નિર્માણ થયેલા સીસી રોડ તથા ગોંડલ શહેરની ભૂગર્ભ ગટર યોજનાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ખાત મૂહુર્ત કામોનું ડિજીટલ તકતીનું અનાવરણ કર્યું હતું. તેમજ કૃષિ પ્રદર્શન અને સેમિનારની મુલાકાત લઇ ગૌ પૂજન કર્યું હતું.
 
કૃષિ મહોત્સવમાં 100 જેટલા સ્ટોલ ઉભા કરાયા
 
રૂપાણી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા કૃષિ મહોત્સવમાં 100 જેટલા સ્ટોલમાં ખેતી વિષયક માહિતી-ટેકનોલોજીનું પ્રદર્શન ખેડૂતોએ  નિહાળ્યું હતું. બાગાયત કૃષિ, સજીવ ખેતી, કૃષિ ઓજારો, કૃષિ ઇરીગેશન સાથે માર્કેટિંગ, કૃષિ પાકોના વાવેતરની પદ્ધતી સહિતની બાબતોની જાણકારી આપતા સ્ટોલમાં ખેડૂતોએ દાખવ્યો હતો.
 
વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.....(તસવીરો: દેવાંગ ભોજાણી, ગોંડલ)
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: agriculture fair in gondal of rajkot and morbi district
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended