Home »Saurashtra »Latest News »Rajkot City» 95 Years Old Woman Pre Funeral Program Jivta Jagtiye Held In Bhayavadar

ઉપલેટા: 95 વર્ષીય માતાનું જીવતાં જગતિયું કરાયું, પુત્રે કરી ઈચ્છા પૂરી

divyabhaskar.com | Mar 20, 2017, 15:08 PM IST

  • હેમકુંવરબેન બુદ્ધદેવનું જીવતા જગતિયું કરાયું હતું
 ઉપલેટા: ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં લોહાણા સમાજના બુદ્ધદેવ પરિવારમાં માતાનું જીવતું જગતિયુ કરાયું હતું.  સમાજમાં મોટું નામ ધરાવતાં વિનોદરાય બુદ્ધદેવનાં માતા હેમકુંવરબેન ત્રિભોવનદાસનાં 95 વર્ષની ઉંમરે સકુશળ પહોંચ્યાં છે. તેના પાવન અવસરે એમની મનની ઈચ્છા, પ્રેરણા અને આશીર્વાદ તેમજ સર્વે વૈષ્ણવ સમાજની હાજરીમાં જીવતું જગતિયું યોજાયું હતું.  માતાની ઈચ્છા પૂરતી માટે પુત્રએ તેમનું જીવતાં જગતિયું કર્યું હતું.
 
જીવતાં જગતિયાની સાથે અન્ય કાર્યક્રમો પણ યોજાયા

જીવતાં જગતિયાંની સાથે અનેક પ્રકારના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં રાત્રે 9 કલાકે નંદ ઉત્સવ શ્રીનાથજીની ઝાંખી રાખી હતી. તેમાં કલાકાર રાજુ ભટ્ટ,અને કુમારી નીરૂબેન દવે (જૂનાગઢ વાળા)એ તેમના સ્વર પ્રસ્તુતિ કર્યા હતાં અને સવારે 9:30 કલાકે મદનમોહનની હવેલી ખાતે શ્રીયમુના મહારાણીનાં સામૈયા કરવામાં આવ્યા હતાં. 

આગળની સ્લાઈડ્સ જીવતા જગતિયાં સાથે અન્ય તસવીરો (તસવીરો: રાજુ ખાંભલા, ઉપલેટા)
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 95 years old woman pre funeral program jivta jagtiye held in bhayavadar
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended