Home »Saurashtra »Latest News »Rajkot City» 80 Year Old Woman Donate 1 Lac And 1 Thousand Money In Khodaldham

80 વર્ષના વિધવાએ ખોડલધામના નિર્માણમાં મરણમૂડી અર્પણ કરી’તી

divyabhaskar.com | Jan 12, 2017, 08:37 AM IST

  • કાલાવડ તાલુકાના રાજડા ગામના જડીબેને મરણમૂડીમાંથી 1 લાખ 1 હજાર ખોડલધામ મંદિરના નિર્માણમાં આપ્યા હતા
રાજકોટ: રાજકોટથી 70  કિલોમીટર દૂર આવેલા કાગવડ ગામમાં લેઉવા પટેલના એકતાના પ્રતિક સમા ખોડલધામ મંદિરનું નિર્માણ થઇ ગયું છે.  જેનો પ્રાણ પ્રતિષ્ઠા  મહોત્સવ આગામી 17થી 21 જાન્યુઆરી સુધી યોજાનાર છે. ત્યારે કાલાવડ તાલુકાના રાજડા ગામમાં રહેતા 80 વર્ષના  નિસંતાન વિધવા માજીએ ખોડલધામના નિર્માણ કાર્યમાં પોતાની મરણમૂડી અર્પણ કરી દીધી હતી.
 
પતિનું 25 વર્ષ પહેલા અવસાન, મરણમૂડીમાંથી મોટાભાગની રકમ મા ખોડલના ચરણોમાં અર્પણ કરવાનું કર્યું હતું નક્કી
 
કાલાવડ તાલુકાના રાજડા ગામમાં રહેતા જડીબેન અકબરીના પતિ માવજીભાઇનું 25 વર્ષ પહેલા અવસાન થયું હતું. પોતે નિસંતાન હોવાથી નક્કી કર્યું હતું કે, પોતાની મરણમૂડીમાંથી મોટાભાગની રકમ ખોડલધામના નિર્માણ કાર્યમાં અર્પણ કરવી.  
 
2013માં જડીબેને 1 લાખ 1 હજારના રકમનો ચેક નરેશ પટેલને આપ્યો હતો
 
કાલાવડના રાજડા ગામમાં મે 2013માં શિવપારાયણનું આયોજન થયું હતું. આ પ્રસંગમાં ખોડલધામના નરેશ પટેલ પણ હાજરી આપવા માટે ગયા હતા. આ સમયે જડીબેને પોતાની મરણમૂડીમાંથી 1 લાખ 1 હજારનો ચેક નરેશ પટેલને અપર્ણ કર્યો હતો.  આ પ્રસંગે નરેશ પટેલે જડીબેનનું શાલ ઓઢાડી સન્માન પણ કર્યું હતું.
 
ખેતીની જમીનમાંથી થતી આવકમાં ગુજરાન ચલાવે છે 
 
જડીબેન પાસે ખાતીની જમીન છે. જમીન ગામના જ એક વ્યક્તિને ભાગમાં વાવવા માટે આપી છે. ખેતીની જે કંઇ ઉપજ થાય તેમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે.  
 
વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 80 year old woman donate 1 lac and 1 thousand money in khodaldham
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext