Home »Saurashtra »Latest News »Rajkot City» 4551 Accounts Open And 871 Crore Deposit Of Old Currency In Raj Bank After Demonetization

રાજકોટ: નોટબંધી બાદ રાજ બેંકમાં 4551 ખાતાં ખુલ્યા, 871 કરોડ જમા થયા

divyabhaskar.com | Jan 10, 2017, 08:11 AM IST

  • રાજ બેંકમાં વર્ષે જેટલા ખાતા ખુલતા એટલા માત્ર 20 દિવસમાં ખુલ્યા
રાજકોટ:આવકવેરા વિભાગે રાજકોટની ધી કો ઓપરેટિવ બેંક ઓફ રાજકોટ (રાજ બેંક)ના ટ્રાન્ઝેક્શનોમાં જંગી કથિત વિસંગતતાઓ પકડી પાડી છે. આવકવેરા વિભાગનું કહેવું છે કે નોટબંધી બાદ રાજબેંકમાં 871 કરોડ રૂપિયા જમા થયા, 4,551 નવા ખાતાં ખુલ્યા અને 60થી વધુ ખાતાં એક મોબાઇલ નંબર ધરાવતા હોવાનું માલૂમ પડ્યું છે, નોટબંધી પછી બ્લેક ફંડ જનરેશનના સૌથી મોટા કેસો પૈકી એક છે.

વર્ષમાં 5 હજાર ખાતા સામે 20 દિવસમાં 4551 ખુલ્યા

રાજ બેંકમાં વર્ષમાં સરેરાશ 5,000 નવા ખાતાં ખુલે છે, નોટબંધી બાદના 20 દિવસમાં 4,551 નવા ખાતાં ખુલ્યા હોવાનું જાણીને આવકવેરા અધિકારીઓ પણ ચોંકી ઊઠ્યા હતા. બીજી તરફ રાજ બેંકનું કહેવું છે કે નોટબંધી બાદ 10 નવેમ્બરથી 30 ડિસેમ્બર સુધીમાં બેંકમાં 500-1000ની જૂની નોટો દ્વારા 1.33 લાખ ખાતેદારોએ 871 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. આવકવેરા વિભાગની અમદાવાદ તપાસ પાંખે ટેક્સ લૉઝ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

ઈગલ પંપના પૂર્વ માલિકે રાજ બેંકમાં 3 કરોડ જમા કરાવ્યા હતા

બેંક પાસેથી પૂરી વિગતો માગી છે. 31 ડિસેમ્બરે ઇગલ પેટ્રોલપંપમાં આઇટી ઇન્વેસ્ટિગેશન ટીમે સરવે કરી 130 કરોડની નાણાકીય લેવડ દેવડ થઇ હોવાના દસ્તાવેજો જપ્ત કર્યા હતા અને પંપ માલિકે 6 કરોડ રૂપિયાનું ડિસ્કલોઝર જાહેર કર્યું હતું. પંપના પૂર્વ માલિકે ધી કો ઓપરેટિવ બેંક ઓફ રાજકોટ (રાજબેંક)ના ખાતામાં અંદાજે 3 કરોડ રૂપિયા જમા કર્યા હતા અને રકમ એક જ્વેલર્સના ખાતામાં ઉપાડ આપ્યો હતો.

આગળની સ્લાઈડ્સ રાજ બેંકના 35 શંકાસ્પદ ખાતામાં વધુ જૂની નોટો જમા થઈ હતી
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 4551 accounts open and 871 crore deposit of old currency in raj bank after demonetization
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext