Home »Saurashtra »Latest News »Rajkot City» 300 In UP And 150 In Gujarat Banner In Rajkot But Nitin Patel Not In Banner

રાજકોટઃUPમાં 300, ગુજરાતમાં 150ના પોસ્ટર્સ, નીતિન પટેલને સ્થાન નહીં

divyabhaskar.com | Mar 21, 2017, 08:13 AM IST

  • રાજકોટમાં લાગેલા પોસ્ટરમાં ડેપ્યુટી સીએમ નિતીન પટેલને સ્થાન નહીં
રાજકોટ:ગઇકાલે વિજય રૂપાણી અને નિતીન પેટલ રાજકોટની મુલાકાતે હતા. અહીં ઉદ્યોગપતિ દ્વારા યોજાયેલી કથામાં તેઓએ હાજરી આપી હતી અને સીએમ પાઘડીમાં સજ્જ જોવા મળ્યાં હતા. આ તકે યુપીના પરિણામમાં ભાજપની જંગી લીડ બાદ સીએમના હોમ ટાઉનમાં તેઓ આવતા ભાજપે અનોખા બેનરથી સ્વાગત કર્યું હતું. રાજકોટમાં ઠેર ઠેર એવા હોર્ડિગ્સ માર્યા હતા જેમાં લખ્યું હતું કે, યુપીમાં 300 ગુજરાતમાં 150 સીટ લાવીશું. પોસ્ટરમાં ડેપ્યુટી સીએમ નિતીન પટેલને ક્યાંય સ્થાન આપવામાં આવ્યું નથી.
 
ગુજરાતમાં વહેલી ચૂંટણી ?
 
રાજકોટની સીટ પર સીએમ લડવાના હોય સમયાંતરે અહીં પ્રચાર થતો રહે છે. તેની સામે કોંગ્રેસ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ લડવાના છે. આ પહેલા પણ દિવાળીએ શુભેચ્છામાં બન્ને વચ્ચે પોસ્ટર યુધ્ધ જોવા મળ્યું હતું. વધુ એક વખત ભાજપે પોસ્ટર માર્યા છે. હવે કોંગ્રેસ શું કરે તે જોવાનું રહ્યું છે. આ પહેલા સીએમએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગમે ત્યારે ચૂંટણી આવે અમારી તૈયારી છે.
 
બેનરમાં નિતીન પેટલ ક્યાં? ચર્ચા
 
રાજકોટમાં લાગેલા બેનરમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ, વિજય રુપાણી સિવાય રાજકોટના નેતાઓની તસવીરો જોવા મળી રહી છે. પરંતુ ગઇકાલે ડેપ્યુટી સીએમ નિતીન પટેલની તસવીર ક્યાંય જોવા મળતી નથી. તેઓ ગઇકાલે રાજકોટમાં હતા ત્યારે એક ચર્ચા થઇ હતી કે નિતીન ભાઇનો ફોટો કેમ નથી.
 
વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 300 in UP and 150 in gujarat banner in rajkot but nitin patel not in banner
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended